દાહોદ : તરકડા મહુડી ગામે એક જ પરિવારના છ લોકોની ઘાતકી હત્યા

New Update
દાહોદ : તરકડા મહુડી ગામે એક જ પરિવારના છ લોકોની ઘાતકી હત્યા

દાહોદ સંજેલી તાલુકાના તરકડા મહુડી ખાતે એક જ પરિવારના છ લોકોની કરપીણ હત્યાથી ચકચાર મચી છે. હત્યારાઓએ પતિ, પત્ની અને તેમના ચાર સંતાનોના ગળા કાપી નાંખી હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી. 

દાહોદ

જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ તરકડા મહુડી ખાતે રહેતા 40 વર્ષીય ભરત પલાસ તેમની પત્ની અને 4 સંતાનો સાથે રહે છે. ગુરૂવારે રાત્રિના

સમયે અજાણ્યા લોકોએ તમામની હત્યા કરી નાંખી હતી. પતિ, પત્ની અને ચારેય સંતાનોના ગળા ઘાતક

હથિયારથી રહેંસી નંખાયાં હતાં. મૃતકોમાં ભરત પલાસ, તેની પત્ની સની પલાસ અને સંતાનો હેમરાજ, દિપિકા, પ્રિતેશ અને રવિનો સમાવેશ થવા જાય છે.

મૃતક ભરત પલાસના કાકાના છોકરા વિક્રમ પલાસનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

જેથી ગામના સરપંચ અને અન્ય પરિવારજનો મોરબી જવા માટે ભેગા થયા હતાં. સરપંચ ભરતને

સાથે આવવા માટે બોલાવવા તેના ઘરે ગયાં ત્યારે ઘરમાં છ મૃતદેહ પડયાં હતાં. એક સાથે

આખા પરિવારની હત્યા કરી નાંખવામાં આવી હોવાની વાત વહેતી થતાં ટોળા એકત્ર થઇ ગયાં

હતાં. સામુહિક હત્યાકાંડ ને પગલે રેન્જ આઈ.જી. એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના

સ્થળે દોડી આવ્યો હતો. ઘટનાસ્થળેથી કોઇ પણ હથિયાર કે પુરાવા નહિ મળતાં મામલો વધુ

ગુંચવાયો છે. હાલ તો પોલીસ ગુનાનો ભેદ ઉકેલવા માટે કમર કસી રહી છે. 

Latest Stories