/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-351.jpg)
દાહોદ તાલુકાના મુવાલિયા ગામના તળાવ ફળિયામાં રહેતા છત્રસિંહ વરસીંગભાઈ ભુરીયાના પરિવારના સંતાનમાં ત્રણ છોકરીઓ અને બે છોકરાઓ અને છત્રસિંહ ભુરીયાની પત્ની જન્માષ્ટમી હોવાના કારણે ઘરે હતા તે સમયે લક્ષ્મીબેનના પતિ છત્રસિંહ ભુરીયાએ પોતાની પત્ની પાસે દારૂ પીવા માટે ના 20 રૂપિયા માંગતા લક્ષ્મીબેન ભૂરિયાએ દારૂ પીવા માટે 20 રૂપિયા આપ્યા હતા અને તેનો પતિ છત્રસિંહ દારૂ પીને ઘરે આવ્યો હતો અને પોતાની પત્ની તેમજ બાળકો જોડે ગાળાગાળી અને મારામારી કરવા લાગ્યો હતો તેની પત્ની લક્ષ્મીબેન જોડે ફરીથી દારૂ પિવાના 30 રૂપિયા માંગતા પત્નીએ દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા છત્રસિંહ ભુરીયાએ નશાની હાલતમાં રોષે ભરાતા ઘરની બહારથી લાકડું લાવીને ઘરમાં જમવાનું બનાવી રહેલ લક્ષ્મીબેન જોડે બોલાચાલી થતા લક્ષ્મી બેનના માથાના ભાગમાં લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી એની મોટી દીકરી સોનલબેન વચ્ચે છોડાવવા પડતા તેની દીકરીને પણ પગના ભાગમાં લાકડાના ફટકા મારી ઇજા પહોંચાડી આરોપી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો અને હત્યાની જાણ ગામ લોકોએ તાલુકા પોલીસને કરતા દાહોદ તાલુકા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લક્ષ્મીબેનના મૃતદેહનું પંચનામુ કરી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી.