દાહોદ: સંજેલી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.૧૧૦૦૦ રૂપિયાની લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાયા

દાહોદ: સંજેલી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.૧૧૦૦૦ રૂપિયાની લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાયા
New Update

દાહોદ જીલ્લાના સંજેલી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.૧૧૦૦૦ રૂપિયાની લાંચ લેતા એ.સી.બી.ના હાથે રંગે હાથે ઝડપાઈ જતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો

દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના પોલીસ સ્ટેશનમાં વર્ગ-૩ માં ફરજ બજાવતા એ.એસ.આઈ. રમણ શામજીભાઈ મુનીયાએ તારીખ-૭/૬/૨૦૧૯ ના એક ઘરમાં તપાસ અને શોધખોળ કરી હતી તેમ છતા ઘરમાંથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હતી તેમ છતા ફરીયાદીને તમે ઈગ્લીશ દારૂની બાટલીઓ વેચો છો તમારા વિરૂદ્ધમાં અરજીઓ આવેલી છે તેમ કહી દમદાટી આપી રૂપીયા-૧૧૦૦૦ હજારની લાંચની માંગણી કરતા જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઈ અને દાહોદ એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપતા જાગૂત નાગરીકની ફરીયાદ આધારે દાહોદ એ.સી.બી.એ સંજેલીના માંડલી રોડ હાટ બજારમાં ગોઠવેલા લાંચના છટકા દરમિયાન આરોપી રમણ શામજીભાઈ મુનીયાએ ફરીયાદી પાસેથી રૂપિયા ૧૧૦૦૦ હજારની લાંચના છટકામાં આબાદ ઝડપાઈ જતા દાહોદ એ.સી.બી.એ લાંચની રકમ રીકવર કરી આરોપી વિરૂદ્ધ લાંચ રૂશ્વત અંગેનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article