નર્મદા ડેમની સપાટી 137 મીટરને પાર : મહત્તમ સપાટી 138.60 મીટર

New Update
નર્મદા ડેમની સપાટી 137 મીટરને પાર : મહત્તમ સપાટી 138.60 મીટર

મધ્યપ્રદેશમાંથી આવી રહેલા પાણીના પગલે ચાલુ વર્ષે નર્મદા ડેમ 137 મીટરને પાર કરી ગયો છે. ડેમ પર 30 દરવાજા લાગી ગયા બાદ ડેમની મહત્તમ સપાટી 138.60 મીટર થઇ છે. ડેમમાં 8 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.અને 23 દરવાજા 4.15 મીટર સુધી ખોલીને 8 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમમાં 5176 મીલીયન કયુબીક મીટર જેટલો પાણીનો સંગ્રહ થઇ ચુકયો છે.

ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીમાં પુરની સ્થિતિ નિર્માણ પામી ચુકી છે. ડેમમાં આવતા પાણી અને નદીમાં છોડાતા પાણીની માત્રા સરખી હોવાથી ડેમની સપાટી 137 મીટરને પાર કરી ગઇ છે. ડેમ ઓવરફલો થવાથી માત્ર 1.50 મીટર જેટલો બાકી રહી ગયો છે. સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન ડૉ.રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, હવે ડેમમાંથી વધારે પાણી છોડવામાં આવશે નહી.

Latest Stories