/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/26131056/maxresdefault-324.jpg)
નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલાં જંગલ સફારી પાર્કને પહેલી ઓકટોબરથી સહેલાણીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. પ્રવાસીઓને માસ્ક અને ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. હાલના તબકકે 65 વર્ષથી વધુ વયના વડીલો તથા 10 વર્ષથી નાની વયનાં બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહિ.
સ્ટેચ્યુ ઓફ યુનિટિ નજીક બની રહેલા સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્કને આગામી 1, ઓક્ટોબરથી શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલની કોરોનાની સ્થિતિને જોતાં એક કલાકમાં માત્ર 50 પ્રવાસીઓને જ પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે. તેના માટે માત્ર ઓનલાઈન બુકિંગ કરાવી પ્રવાસીઓ આવી શકશે. 15 ઓક્ટોબરથી ફ્લાવર ઓફ વેલી, કેક્ટર્સ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, આરોગ્ય વન, ગ્લો ગાર્ડન પ્રવાસીઓ માટે શરૂ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસી માટે જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. 18 ફેબ્રુઆરીએ ટ્રાયલ રન માટે પ્રવાસીઓ માટે ખુલ્લુ મુક્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીના કારણે 6 મહિનાથી બંધ જંગલ સફારી પાર્ક હવે સરકારી ગાઇડલાઇન મુજબ પહેલી ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. આવનાર છે. જંગલ સફારી પાર્ક કુલ 375 એકરમાં ફેલાયેલો છે. જેમાં 62 જાતનાં દેશી-વિદેશી 1500 પ્રાણીઓ તેમજ પક્ષીઓ છે. સફારી પાર્કમાં વાઘ, સિંહ, ગેંડો, જીરાફ, ઝિબ્રા જેવા પશુ-પક્ષીઓને જોવાનો લાભ લઈ શકશે. પાર્કનો સમય સવારે 8થી સાંજે 5 સુધીનો રહેશે. પ્રવાસીઓ 65 વર્ષથી વધુ વયના વડીલો અને 10 વર્ષથી નાની વયનાં બાળકને ન લાવે તેવો અનુરોધ છે.