નવસારીઃ ચીખલી તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં ભારે હંગામો

New Update
નવસારીઃ ચીખલી તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં ભારે હંગામો

ધારાસભ્ય નરેશ પટેલ તાલુકા પંચાયત પરિસરમાં ધસી આવતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો

નવસારી જિલ્લાના ચિખલી તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણીનો માહોલ ગરમાય હતો. આજરોજ યોજાયેલી ચૂંટણીમાં હંગામો થતાં રાજકીય ગરમાવો આવી ગયો હતો.

publive-image

ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે તાલુકા પંચાયત પરિસરમાં આવીને ભાજપનાં સભ્યોને હાજર કરવાની માંગ કરી હતી. બીજી તરફ કોંગ્રેસના અગ્રણીઓ પણ તાલુકા પંચાયત પરિસરમાં ધસી આવતાં ભારે હંગામો થયો હતો. કોંગ્રેસની આંતરિક જૂથબંધી પણ આ તબક્કે સામે આવી હતી. ત્યારે પાંચ પાંચ વખત ચૂંટણી કરવાનો પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળતાં આખરે ચૂંટણી રદ કરવી પડી હતી.

publive-image

તાલુક પંચાયત પરિસરમાં થઈ રહેલા હંગામાને પગલે બંદોબસ્તમાં રહેલા પોલીસના જવાનોએ મહા મહેનતે બન્ને પક્ષનાં સભ્યોને પરિસમાંથી બહાર કાઢ્યા હતા. હાલ તો પ્રમુખની ચૂંટણીને મુલતવી રાખવામાં આવી છે.

Latest Stories