New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/6.jpg)
કરજણ તાલુકાના પાલેજ-નારેશ્વર માર્ગ ઉપર આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે દત્તબાવનીના પાઠની પૂર્ણાહુતિના પ્રસંગેમોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ ઉમટ્યા હતા.
ભરૂચના ઉમલ્લા ગામના રંગ પરીવાર દ્વારા શરૂ કરાયેલ સંગીતમય વિવિધ રાગ સાથેની દત્તબાવનીના ૪૦૦ પાઠ પૂર્ણ થતાં૪૦૧માં દત્તબાવનીના પાઠનું આયોજન નારેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રાસંગે નારેશ્વર રંગ અવધૂત મંદીરના ટ્રસ્ટીઓ,નારેશ્વર લિલોડના વતની તેમજ કરજણ-શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ તથા મોટી સંખ્યામાં રંગ પરિવારના સભ્યોએ વિશેષ હાજરી આપી હતી. ખૂબ જ ભક્તિભાવભર્યા માહોલમાં દત્તબાવનીના ૪૦૧માં પાઠનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર ધાર્મિક માહોલમાં શ્રધ્ધાળુઓ દત્તબાવનીમાંરસબોળ થઇ ભગવાનના દર્શનનો લ્હાવો લીધો હતો.
Latest Stories