New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/01-23-e1555777111740.jpg)
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કોઠા ગામમા ૪૨ વર્ષની એક મહિલાને અજાણ્યા ઈસમે પેટના ભાગે ચપ્પુના ઘા મારી તેમજ ટૂપો આપી હત્યા કર્યાનો કમકમાટી ભર્યો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ બાબતે શહેરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા ઇસમોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના કોઠા ગામે રહેતા વાલીબેન નામની મહિલાની કોઈ અજાણ્યા ઇસમ દ્વારા પેટના ભાગે અને ગળાના ભાગે દોરીથી ટૂંપો આપીને કોઈ અજાણ્યો ઇસમ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો, આ બાબતે તેમના પરિવારજનોને જાણ થતા શહેરા પોલીસને જાણ કરી હતી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડીને કાર્યવાહી હાથ ધરી હતી. હત્યાના પગલે કોઠા ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.આ બનાવના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા.
Latest Stories