પંચમહાલ:લોકસભા બેઠકના ચૂંટણી ખર્ચા સંદર્ભે ભાજપ અને કોંગ્રેસ સહિત 3 ઉમેદવારોને ચૂંટણી અધિકારીની નોટીસ

પંચમહાલ:લોકસભા બેઠકના ચૂંટણી ખર્ચા સંદર્ભે ભાજપ અને કોંગ્રેસ સહિત 3 ઉમેદવારોને ચૂંટણી અધિકારીની નોટીસ
New Update

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ઉદિત અગ્રવાલ દ્વારા નોટીસ ફટકારવામાં આવી

પંચમહાલ લોકસભા બેઠકમાં પ્રચાર ખર્ચાઓમાં ભાજપ કરતા કોંગ્રેસના ઉમેદવાર આગળ દેખાઈ રહયા છે. આ બન્ને ઉમેદવાર સહિત હિન્દુસ્તાન નિર્માણ દળના ઉમેદવારને ચૂંટણી ખર્ચાઓના રજૂ કરેલા હિસાબ કિતાબમાં ભૂલો બદલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ઉદિત અગ્રવાલ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે.

પંચમહાલ લોકસભા ચૂંટણીમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ ના કલમ ૭૭ હેઠળ ઉમેદવારોએ રોજે રોજના કરેલ ચૂંટણી ખર્ચ નિયત રજીસ્ટરમાં નોંધીને તપાસણી અધિકારી સમક્ષ રજુ કરવાના હોય છે. આ રજૂ કરવામાં આવેલ હિસાબોમાં ત્રણ ઉમેદવારોને ચૂંટણી અધિકારી દ્વારા ભૂલો બદલ નોટીસ ફટકારવામાં આવી છે.

એમા ભાજપમાં ઉમેદવાર રતનસિંહ રાઠોડ દ્વારા રજૂ કરવામાં આવેલ ચૂંટણી ખર્ચાઓની વિગતોમાં ૯ મુદ્દાઓમાં ભૂલો સાથે સવિસ્તાર નોંધો સાથે શેડો રજીસ્ટરમાં તા.૦૯/૦૪ સુધી ₹ ૧૦,૯૫,૫૬૭/- ના ખર્ચા સામે ₹૯,૮૦,૨૩૦/- દર્શવવામાં આવ્યા છે આ તફાવતના ₹૧,૧૫,૩૩૭/- ની સ્પષ્ટતાઓ કરવા જણાવ્યું છે.

જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાંટ દ્વારા રજૂ કરવામાં આવેલ ચૂંટણી ખર્ચાઓની વિગતોમાં ૬ મુદ્દાઓમાં ભૂલો સાથે સવિસ્તાર નોંધો સાથે શેડો રજીસ્ટરમાં તા.૦૯/૦૪ સુધી ₹ ૧૨,૦૨,૯૬૧/- ના ખર્ચા સામે ₹૯,૩૦,૩૭૦/- દર્શવવામાં આવ્યા છે આ તફાવતના ₹ ૨,૭૨,૫૯૧/- ની સ્પષ્ટતાઓ કરવા જણાવ્યું છે.

આજ પ્રમાણે હિન્દુસ્તાન નિર્માણ દળના ઉમેદવાર વિજયસિંહ મોહનસિંહ રાઠોડ દ્વારા ₹ ૪૨,૫૭૦ નો રોકડમાં ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે પરંતુ બેંક પાસ બુક કોરી છે. તેમજ ઉમેદવાર દ્વારા ₹ ૬,૦૦૦/- બેંકમાં જમા કરાવ્યા છે પરંતુ બેંકની પાસ બુકમાં એન્ટ્રી પાડવામાં આવેલ નથી. આ અંગે સ્પષ્ટતાઓ કરવા નોટીસ આપી ૪૮ કલાકમાં ખુલાસાઓ રજૂ કરવા જણાવ્યું છે.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article