New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/08172248/WhatsApp-Image-2019-12-08-at-5.03.03-PM-2.jpeg)
અંકલેશ્વર રૂરલ પોલીસને બાતમી મળેલ કે પાનોલી ગામના ટાંકી ફળીયામાં રહેતા શકીલ
રફીક સૈયદ નાઓએ તેઓના મકાનમાં વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો સંતાડી
રાખેલ છે.
જે બાતમી આધારે રેઇડ કરતા પોલીસે શકીલ રફીક સૈયદના ઘરમાંથી વિદેશી દારૂની નાની
મોટી જુદી જુદી કંપનીની બોટલ/ટીન મળી કુલ બોટલ -૨૮૩૨ કિ.રૂ.૫,૯૧,૩૬૦/-નો મુદામાલ કબ્જે કર્યો હતો.
અંકલેશ્વર રૂરલ પોલીસે સ્થળ પરથી શાકીર કાલુભાઇ
ફિદાહુશેન સૈયદ હાલ રહે પાનોલી, ટાંકી
ફળીયુ, તા.અંક્લેશ્વર, જી.ભરૂચ
મુળ રહે કઠોર,ઇદગાહ ટેકરા, તા.કામરેજ
જી.સુરતની અટકાયત કરી શકીલ રફીક સૈયદ રહે પાનોલી, ટાંકી ફળીયુ, તા.અંક્લેશ્વર, જી.ભરૂચને વોંટેંડ જાહેર કરી બંન્નેવ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.