/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/26132444/WhatsApp-Image-2020-09-26-at-1.23.47-PM.jpeg)
26 સપ્ટેમ્બર 1932 ના રોજ જન્મેલા ડો. મનમોહન સિંહ 2004થી 2014 સુધી ભારતના વડા પ્રધાન રહ્યા છે. મનમોહન સિંહ તેમની સાદગીના કારણે દેશના અન્ય વડા પ્રધાનોથી ભિન્ન છે. પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ એવા અર્થશાસ્ત્રી તરીકે જાણીતા છે જેમણે ઉદારીકરણની નીતિઓ દ્વારા 1990ના દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થાને સંકટમાંથી બહાર લાવ્યો હતો.
પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ આજે 88 વર્ષના થઈ ગયા છે. ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતમાં આર્થિક સુધારાના સૂત્રધાર પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘના જન્મદિવસ પર અભિનંદન આપ્યા છે, રાહુલ ગાંધીએ મનમોહન સિંહને યાદ કરતાં કહ્યું કે દેશ તેમના જેવા વડા પ્રધાનની કમીને મેહસૂસ કરી રહ્યો છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે 'ભારત આજે એવા વડા પ્રધાનની ખોટ અનુભવી રહ્યો છે કે જેમને આજે મનમોહન સિંહ જેવી સમજ હોય. તેમની પ્રામાણિકતા, શિષ્ટાચાર અને સમર્પણ આપણા બધા માટે પ્રેરણારૂપ છે. તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગળ એક સુંદર અને મધુર વર્ષ માટે શુભેચ્છા.
26 સપ્ટેમ્બર 1932 ના રોજ જન્મેલા ડો.મનમોહન સિંઘ 2004થી 2014 સુધી ભારતના વડા પ્રધાન રહ્યા છે. મનમોહન સિંહ તેમની સાદગીના કારણે દેશના અન્ય વડા પ્રધાનોથી અલગ છે. પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ એવા અર્થશાસ્ત્રી તરીકે જાણીતા છે જેમણે ઉદારીકરણ નીતિઓ દ્વારા 1990 ના દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થાને સંકટમાંથી બહાર લાવી હતી.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના પીએચડી ડો.મનમોહન સિંઘ પીવી નરસિંહ રાવ સરકારમાં નાણાં પ્રધાન હતા. તેમણે તે સમયગાળા દરમિયાન નાણાકીય બજેટ રજૂ કર્યું અને 1991-1995 દરમિયાન દેશની અર્થવ્યવસ્થાને કટોકટીથી બહાર કાઢી હતી. એવું કહેવામાં આવે છે કે રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર તરીકે ડો.મનમોહનસિંહે 1991 માં આર્થિક સુધારણા તરફ ઘણા મોટા અને મહત્વપૂર્ણ પગલાં લીધાં હતાં.