/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/123547.jpg)
સુરતનાં ભીંડીબજાર પાસે મંગળવારે મિત્રએ મિત્રના ગળાં પર ચપ્પુ મારી હત્યા કરી હતી.
સુરતનાં ઉન પાટીયાના મુહમ્મદી નગરમાં રહેતા 22 વર્ષીય મુહમ્મદ ફૈયાઝ મન્સુરીની મંગળવારે સવારે ભીંડીબજાર પાસે તેના મિત્ર અશરફે ગળાં પર ચપ્પુ મારી હત્યા કરી હતી. બાઈક પર સવાર બે મિત્રો પાસે આવેલા અશરફે હુમલો કરી દીધો હોવાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સમગ્ર ઘટનાક્રમ નજરે પડે છે. મૃતક અને હત્યારો બંને યુપીના વતની છે. આરોપી અશરફ સિદ્દીકી હાલમાં ફરાર છે. પોલીસ તેના મિત્રોના ઘરે પણ તપાસ કરી રહી છે.
જે મિત્ર સાથે બેસીને 10 મિનિટ વાત કરી તેણે જ મિત્રની ગળું કાપી હત્યા કરી નાંખી હતી. કાકાની દીકરી સાથે મિત્રનું પ્રેમ પ્રકરણ હોવાથી મિત્રની જ હત્યા કરી દેવાઈ હતી. હત્યાને પગલે સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધ્યો હતો.
ફૈયાઝ ઉન વિસ્તારમાં જ રહેતી અંજુમ નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતા. હમવતની અને સમાજના હોવાથી અંજુમે ફૈયાઝ સાથે લગ્નની વાત તેના પિતા અને પરિવારજનોને કરી દીધી હતી. બંનેના પરિવારોએ પ્રેમ સંબંધ સ્વિકાર કરી લીધો હતો. દરમિયાન અમદાવાદથી અશરફ છેલ્લા એક મહિનાથી કાકાના ઘરે આવ્યો હતો. પિતરાઈ બહેનના પ્રેમ સંબંધ અંગે જાણ થઈ હતી.
અશરફને ફૈયાઝના પ્રેમ સંબંધ અંગે જાણ હતી. છતાં ફૈયાઝ સાથે માથાકૂટ કરતો હતો. જોકે, અશરફને કાકાએ આ મુદ્દે બબાલ ન કરવા જણાવ્યું હતું. જેથી અશરફે કાકાને કહ્યું હતું કે, અંજુમ નહીં તો ફૈયાઝ કો માર દુંગા. જેથી કાકાએ અમદાવાદ જતો રહે તેમ કહીં ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો. અને આખી રાત્રી બહાર ભટકી સવારે ફૈયાઝની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.