/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/crime-scene-tape.jpg)
હાલ રાજ્યમાં દલિતો પર થતાં અત્યાચારની ઘટનામાં નોંધનીય વધારો થઈ રહ્યો છે. હજી રાજકોટમાં દલિત પર થયેલા અત્યાચારની ઘટના શાંત થઈ નથી ત્યાં તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં વધુ એક ઘટના સામે આવી રહી છે.
બનાસકાંઠાના ડીસા તાલુકાના સામઢી ગામમાં દલિત ઉપર હુમલાની ઘટના બની છે. જ્યાં એક સામાજિક પ્રસંગ દરમિયાન ઢોલ વગાડવા બાબતે બબાલ થઈ હતી. જે પછી યુવક પર ગામ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં દલિત યુવક અને તેના પિતા બંનેને માર મારવામાં આવ્યો છે.
રાજ્યમાં છેલ્લા થોડાં સમયથી દલિત પર થતાં અત્યાચારની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં બનાસકાંઠામાં દલિત યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં સામાજિક પ્રસંગમાં ઢોલ વગાડવા બાબતે મારામારી થઈ હતી. જો કે નોંધનીય બાબત એ છેકે જે યુવક પર હુમલો થયો છે તે ગામના સરપંચનો જ પુત્ર છે. આ અંગે હાલમાં ઈજાગ્રસ્ત દલિતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.