બિહાર : વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓનો સીટ ફોર્મુલા તૈયાર

બિહાર : વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓનો સીટ ફોર્મુલા તૈયાર
New Update

જેમ જેમ મતદાન તારીખ અને ઉમેદવારી નોંધણીની તારીખ નજીક આવી રહી છે. રાજકીય પક્ષો ગઠબંધનની મડાગાંઠ દૂર કરવામાં લાગ્યા છે. આ વચ્ચે એનડીએને ઝાટકો લાગી શકે છે. ચિરાગ પાસવાનની એલજેપીએ એનડીએથી અલગ ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે જ્યારે કોંગ્રેસ-રાજદ વચ્ચે સીટ વહેંચણી પર સહમતી બની જતાં પહેલી ઉમેદવાર યાદી સામે આવી શકે છે.

બિહારની ચૂંટણી પહેલા નીતીશ કુમારને એનડીએના સાથી એલજેપી તરફથી ઝાટકો લાગ્યો છે. એલજેપીએ નીતીશના નેતૃત્વ હેઠળ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. એલજેપી સંસદીય બોર્ડની બેઠકમાં એલજેપી અને ભાજપની સરકાર બનાવવાની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. આ સાથે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે એલજેપીના તમામ ધારાસભ્યો પીએમ મોદીને મજબૂત બનાવશે.

લોક જનશક્તિ પાર્ટીના બરતરફ બાદ ભાજપ અને જેડીયુએ 50-50 ના ફોર્મ્યુલા પર ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. જો કે જેડીયુ ભાજપ કરતાં એક બેઠક પર વધારે લડશે. નિતિશ કુમાર 122 બેઠકો પર ઉમેદવાર ઉતરશે જ્યારે ભાજપ 121 સીટ પર ઉમેદવાર ઉતરશે.

બીજી તરફ મહાગઠબંધનએ પણ ફોર્મ્યુલા તૈયાર કરી લીધો છે. લાંબી ખેંચતાણ બાદ કોંગ્રેસ અને રાજદ વચ્ચે સહમતી બની છે જેમાં કોંગ્રેસના ખાતા 70 બેઠકો આવી છે. જ્યારે રાષ્ટ્રીય જનતા દળ ખાતામાં 144 સીટો ફાળવાઈ છે. મહાગઠબંધનમાં સામેલ સીપીએમ-4, સીપીઆઇ-6, સીપીઆઇ માલે-19 સીટો ફાળવવામાં આવી છે. જોકે રાજદની સહયોગી મુકેશ સાહનીની પાર્ટી વીઆઇપી અસંતુષ્ટ થતાં ગઠબંધનમાંથી અલગ થઈ ગઈ છે.  

#Congress #Connect Gujarat #Bihar #BJP #Beyond Just News #Election Commisioner #LJP #elec
Here are a few more articles:
Read the Next Article