બેટી બચાવો બેટી પઢાવો અને સુરિક્ષત બાળ સુરક્ષિત ભરૂચની થીમ પર મેરેથોન દોડ યોજાઈ

New Update
બેટી બચાવો બેટી પઢાવો અને સુરિક્ષત બાળ સુરક્ષિત ભરૂચની થીમ પર મેરેથોન દોડ યોજાઈ

બેટી બચાવો બેટી પઢાવો અને સુરક્ષિત બાળ સુરક્ષિત ભરૂચની થીમ પર શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર રાષ્ટ્રીય બાળકી દિન પ્રસંગે બાળ સુરક્ષા યુનિટ દ્વારા જિલ્લા કક્ષાની મેરેથોન દોડ 2017 નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

રાષ્ટ્રીય બાળકી દિન પ્રસંગે યોજાયેલ મેરેથોન દોડમાં પ્રાંત અધિકારી અમિતકુમાર યાદવ, ચાઈલ્ડ વેલફેર કમિટી ભરૂચ ના ચેરમેન રાજેન્દ્ર સુતરીયાએ મેરેથોન દોડને પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રેનુકાબેન મેડા,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ભવાનસિંહ મકવાણા, વિવિધ શાળાઓના બાળકો, શિક્ષકો, સ્ટુડન્ટ પોલીસ કેડર્સના તાલીમાર્થીઓ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોઇઝ ના બાળકો અને વિવિધ સરકારી વિભાગના અધિકરીઓ અને કર્મચારીઓ મળીને 1500 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો.

unnamed

આ દોડ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થી શરુ થઈને સેવાશ્રમ રોડ, શક્તિનાથ સર્કલ થી કલેકટર કચેરી ખાતે પૂર્ણ થઇ હતી.

Latest Stories