New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/bharuch-amanrtnth.jpg)
બર્ફાની બાબા તરીકે દાયકાઓથી પૂજાતા રહ્યા છે
બર્ફાની બાબાના હુલામણા નામે પૂજાતા ભગવાન શિવની અમરનાથ યાત્રા આ વર્ષે પહેલી જુલાઇ એટલેકે આજથી શરૂ થશે. કેટલાક લોકોએે એેવો દાવો કર્યો હતો કે અમે શિવલિંગના દર્શન કર્યાં છે અને અગાઉના વરસો કરતાં આ વરસે બરફનું બનેલું શિવલિંગ ખાસ્સું મોટું છે.
ભરૂચથી પણ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે ૧૦૦ જેટલા શિવભક્તો ભમભમ ભોલેના નાંદ સાથે દર્શનાર્થે રવાના થયા હતા. આ અમરનાથ યાત્રા પહેલી જુલાઇથી યાત્રા શરૂ થશે અને પંદરમી ઑગષ્ટે તેની પૂર્ણાહુતિ થશે. બર્ફાની શિવલિંગની તસવીરો સોશ્યલ મિડિયા પર મૂકનારા ભક્તોનો દાવો સ્વીકારીએ તો ચાર દિવસ પહેલાં આ શિવલિંગ રચાઇ ગયું હતું.આ વરસે આમ પણ અગાઉના વરસો કરતાં વધુ બરફ પડ્યો છે એટલે શિવલિંગનું કદ અગાઉના વરસો કરતાં મોટું છે. અમરનાથ તરફ જવાના માર્ગો પર હજુ પણ દસથી પંદર ફૂટ જેટલો બરફ જામેલો છે.
Latest Stories