/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/5e1b0dce-bc09-4e3f-9472-cf98fb1c4131.jpg)
ભરૂચ ખાતેનાં નર્મદા નગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટરને 25 વર્ષ પૂર્ણ થવાને અવસરે સિલ્વર જ્યુબલી અંતર્ગત તારીખ 6 અને 7 જાન્યુઆરી બે દિવસ GNFC ટાઉનશીપનાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે એન્યુઅલ સાયન્સ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યુ છે.
એન્યુઅલ સાયન્સ ફેસ્ટીવલમાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન,સંશોધન આધારિત પ્રોજેક્ટો,પોસ્ટર અને ચિત્રકામ સ્પર્ધા, સાયન્સ કવીઝ, ડુ ઈટ યોર સેલ્ફ એક્સપ્રીમેન્ટ ગૃપ ડિસ્કશન્સ, વર્કશોપ, એરો મોડેલિંગ, એસ્ટોનોમી સહિતનાં પ્રોજેક્ટો પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.
આ ઉત્સવનો પ્રારંભ GNFCનાં સિનિયર મેનેજર એસ.કે. શર્મા, GNFCનાં ED જી.સી.શાહ, GNFCનાં ચીફ મેનેજર એ.આઈ. શેખ, વૈજ્ઞાનિક એ.એન. ભટ્ટાચાર્ય, એરફોર્સનાં એરકમાન્ડર બી.વી. ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
તારીખ 6 જાન્યુઆરી શનિવારે સાંજે એરફોર્સની ટીમ દ્વારા એર શોનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.