ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા મળી ત્રણ તાલુકામાંથી ૨૩૧૨ લોકોના સ્થળાંતર કરાયા

New Update
ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા મળી ત્રણ તાલુકામાંથી ૨૩૧૨ લોકોના સ્થળાંતર કરાયા

ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી 30 ફૂટે પહોંચવાની સંભાવનાઓ વચ્ચે તંત્રએ એન.ડી.આર.એફ.ની મદદથી પુર અસરગ્રસ્ત ગામો અને વિસ્તારોમાંથી ૨૩૧૨ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.

તંત્રએ અંકલેશ્વરના ખાલપીયા, સરફુદ્દીન અને ધતુંરિયા ગામના ૨૯૨, ભરૂચ શહેરના નિચાણ વાળા વિસ્તારમાંથી ૨૪૯, ભરૂચ તાલુકાના કબીરવડ, નિકોરા અને કાદોડ બેટમાંથી ૧૪૧ અને ઝઘડિયાના પુર અસરગ્રસ્ત જુના તોથીદરા, ઓરપટાર, જુના તરસાલી અને જુનાપોર ગામમાંથી ૧૬૩૦ લોકોને સલામત સ્થળે ખસેડી તેમના માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થાઓ કરી હતી.

Latest Stories