New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/jj.jpg)
ભરૂચ જિલ્લાના અસુરીયા પાસે ઉમરા ગામના ૯ વર્ષ ના છોકરા નો તળાવ માં પગ લપસતા ડૂબી જવા થી મોત નીપજવાની ઘટનાથી અરેરાટી વ્યાપી હતી.
ભરૂચ પાસે ના અસુરીયા પાસે આવેલ ઉમરા ગામે રહેતા સંદીપ ભાઈ વસાવાનો પુત્ર ગત રોજ સાંજના સમય ગામ તળાવ પાસે રમવા ગયો હતો. ત્યારે પછી ઘરે પરત ન આવતા ઘરના સભ્યોએ તપાસ કરતા મોડી સાંજે તળાવ માંથી મૃત હાલત માં તેનો મૃત દેહ મળી આવ્યો હતો.વ્હાલસોયા પુત્રનો મૃતદેહ મળતાં પરિવારના સભ્યો ઉપર આભ ફાટયું હતું.
ઘટનાની મળતી વિગત અનુસાર ગત રોજ સાંજના સમયે ગામમાં રમવા ગયેલો ૯ વર્ષીય સંજય રમતા રમતા તળાવ કિનારે પહોંચી હતો. ત્યારે તળાવની પાળ ઉપરથી તેનો પગ લપસતા તે તળવના પાણીમાં ડૂબી જવા પામ્યો હતો.ઘટનાની પરિવારે પોલીસને જાણ કરતા નબીપુર પોલીસે મૃતક નો કબ્જો મેળવી આગળ ની તપાસ હાથ ધરી હતી.
Latest Stories