/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/12161711/bharuch.jpeg)
ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં ઘણા લાંબા સમયથી
સરકારની નિતીઓનો ખુલ્લેઆમ ભંગ કરવામા આવી રહેલ છે.ના આક્ષેપ સાથે ભરૂચ લેબર
ફેડરેશનના નેજા હેઠળ દહેજ ખાતે કાર્યરત અજંટા ફાર્માના
લોકલ કામદારોને કંપની દ્વારા છુટા કરી દેવાતા તેમને પુન: ફરજ ઉપર લેવાની માંગ સાથે
કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
આવેદનમાં જણાવ્યાનુસાર અગાઉ દહેજ સેઝમાં ટેગા
ઈન્ડસ્ટ્રીઝમાં લેન્ડ લુઝરને અચાનક સસ્પેન્ડ કરી દેવામાં આવેલ જેનો હોબાળો સ્થાનીક
પ્રજાજનોમાં થતા કંપની બહાર મગજમારી થતા કંપનીએ પરત લીધેલ હતો. જેનુ અનુકરણ તાઃ
૧૧/૧૨/ર૦૧૯ના રોજ સાંજે ''અજંતા ફાર્મા ' કંપનીમાં ઘણા વર્ષોથી કામ કરી રહેલ ત્યાંના જ વિસ્તારના લોકલ રહેવાસીઓને
૩-વ્યક્તિને કંપનીમાં બોમ્બેથી મેનેજમેન્ટ બાઉન્સર બોલાવી, ધમકાવીને કોરા કાગળ પર સહી કરવાની ધમકી આપી અને સહી
કરવાનું ના કહેતાકંપની અધિકરીઓએ તેમની સાથે ગેરવર્તન કરી ગાળો બોલી સસ્પેન્ડ કરી
દીધા છે.
એટલું જ નહીં પણ કંપની
સત્તાધીસોએ ઉચ્ચારણ કરેલ કે, તમે લોકલ છો તો શું અમે પણ અમારા પૈસાના જોર પર બધુજ
કરી શકીએ છીએ. કંપનીના મેનેજમેન્ટ આ વિસ્તારોમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી
બગડે તેવો પ્રયત્ન કરી રહે છે. જેથી આ બાબતે સસ્પેન્ડ કરેલા કામદારોને તાત્કાલીક
પરત લેવા અંગેની કાર્યવાહી કરવા માંગ કરી હતી.