ભરૂચ ખાતે સ્ત્રી રોગ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

New Update
ભરૂચ ખાતે સ્ત્રી રોગ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

ભરૂચ શહેરના પાંચબત્તી ખાતેના JCI હોલ ખાતે જેસીરેટ વિંગ દ્વારા સ્ત્રી રોગ અંગે જાગૃતતા લાવવાના ભાગ રૂપે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

65b5b593-a06b-4ab0-bc4a-caf232462550

જેસીરેટ વિંગ ઓફ ભરૂચ JCI દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ગાયનેકોલોજીસ્ટ ડો.ભાવનાબેન શેઠે બ્રેસ્ટ કેન્સર તેમજ યુરિન કેન્સર અંગે વિસ્તૃત માહિતી આપી હતી.અને મહિલાઓમાં આ કેન્સર થવાના કારણો,તેના લક્ષણો તેમજ ક્યારે થાય અને તેને અંકુશમાં લેવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપ્યુ હતુ.

860ce0f3-1c78-4f18-8684-d6f5e6f0c1a9

આ પ્રસંગે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓની બહેનોએ પણ હાજરી આપી હતી,જ્યારે ઝોન ડિસ્ટ્રીબ્યુટર જેસીરેટ વિંગ અપેક્ષા શાહ,JCI પાસ્ટ ચેરપર્સન તથા પાસ્ટ પ્રેસિડન્ટ સંધ્યા દવે ઉપસ્થિત રહ્યા હતા.

31ef98b4-6334-4c7a-952a-b076612f5e53

પ્રોજેક્ટ મેનેજર તરીકે જેસીરેટ જલ્પા શેઠે સેવા આપી હતી.તેમજ કાર્યક્રમનું સંચાલન જેસીરેટ ચેરપર્સન દિશા ગાંધીએ કર્યુ હતુ.

Latest Stories