ભરૂચ ખાતેની જી.એન.એફ.સી. દેશની સૌ પ્રથમ "કેશલેસ ટાઉનશીપ" બની

New Update
ભરૂચ ખાતેની જી.એન.એફ.સી. દેશની સૌ પ્રથમ "કેશલેસ ટાઉનશીપ" બની

સરકાર દ્વારા દેશમાં કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે ત્યારે ભરૂચ ખાતેની જી.એન.એફ.સી દ્વારા આ અંગે એક મહત્વનું પગલુ લેવામાં આવ્યુ છે જે અંતર્ગત જી.એન.એફ.સી ટાઉનશીપની દરેક દુકાનોમાં કેશલેસ સિસ્ટમ અપનાવવામાં આવશે અને આ સાથે જ ટાઉનશીપ દેશની સૌ પ્રથમ "કેશલેસ ટાઉનશીપ" બની જશે.

7c0078f2-a9fe-4f23-8521-dff413c7d94c

એશિયાની ફર્ટિલાઇઝર ક્ષેત્રની સૌથી મોટી કંપની ખાતે તારીખ 13મી ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ કેશલેસ ટાઉનશીપનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે.

50b563e7-3ee1-4ffc-819e-c33e7eb01a4c

અત્રે ઉલ્લેખનીય છે કે એક તફર જયારે દેશ કેશલેસ સિસ્ટમમાં આગળ વધી રહ્યો છે ત્યારે ગુજરાત દ્વારા પણ આવુ અભૂતપૂર્વ કાર્ય કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવામાં આવી રહ્યુ છે.

Latest Stories