/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/23142003/maxresdefault-256.jpg)
ભરૂચ શહેરના ગાંધીબજારની ખુલ્લી ગટરોની ફરતે બેરીકેડ મુકવામાં આવ્યાં હોવા છતાં લોકો ગટરોમાં પડી રહયાં હોવાની સ્થાનિક રહીશો ફરિયાદ કરી રહયાં છે.
તમે તમારા સ્ક્રીન પર જે વિસ્તાર જોઇ રહયાં છો તે ભરૂચ શહેરનો ગાંધીબજાર અને ફુરજા વિસ્તાર છે. દર ચોમાસામાં આખા શહેરનું પાણી અહીંથી પસાર થઇ નર્મદા નદીમાં જાય છે. આ વિસ્તારની ગટરો ખુલ્લી હોવાથી લોકોના ગટરોમાં ખાબકવાના તેમજ વાહનો ફસાવાના બનાવો બનતાં રહે છે. ગત મંગળવારે એક જ દિવસમાં ત્રણ લોકો ગટરોમાં પડી જતાં પાલિકા એકશનમાં આવી હતી અને ગટરોની ફરતે બેરીકેડ લગાવ્યાં છે પણ રવિવારે પણ એક યુવાન ગટરમાં ખાબકયો હતો. ગટરમાં ખાબકેલો યુવાન શું કહી રહયો છે તે તમે પણ સાંભળો
ગાંધીબજાર અને ફુરજા વિસ્તારમાં વર્ષોથી રહેતાં લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી આ વિસ્તારમાં ખુલ્લી ગટરોની સમસ્યા છે. થોડા વરસાદમાં જ પાણી ભરાય જાય છે. અમે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને વિનંતી કરીએ છીએ કે જયારે વરસાદ પડે ત્યારે અમારા વિસ્તારમાં બેથી ત્રણ કલાક સુધી રોકાવ અને અમારી સમસ્યાઓનો પ્રત્યક્ષ અનુભવ કરો
ભરૂચ શહેર વિશે કહેવાય છે ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચ.. અને ગાંધીબજાર અને ફુરજા વિસ્તારમાં આ કહેવત યોગ્ય સાબિત થતી લાગે છે. પાલિકા સત્તાધીશો બેરીકેડ મુકવા કરતાં ખુલ્લી ગટરોને બંધ કરાવે તો સાચા અર્થમાં લોકોની સમસ્યાનો અંત આવશે અને અનેક લોકોના જીવ બચાવી શકાશે