ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં આવેલાં વીજકંપનીના સબ સ્ટેશનમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે તાલુકાના 100થી વધારે ગામમાં વીજ પુરવઠો બંધ થઇ જતાં લોકો બફારામાં શેકાયાં હતાં.
ભરૂચ જિલ્લામાં શનિવારથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના વિરામ બાદ હવે લોકો બફારામાં શેકાય રહયાં છે. બફારાની વચ્ચે ઝઘડીયા તાલુકાના 100 જેટલા ગામમાં અચાનક વીજ પુરવઠો ખોરવાય જતાં લોકો ગરમીમાં શેકાયાં હતાં. વીજ પુરવઠો કેમ ખોરવાયો તે અંગે તપાસ કરવામાં આવતાં ઝઘડીયા ખાતે આવેલાં સબ સ્ટેશનના બ્રેકરમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યાં હતાં. મોટી હોનારત થાય તે પહેલાં કર્મચારીઓએ આગ પર કાબુ મેળવી લીધો હતો. સમારકામની કામગીરી માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવતાં 100થી વધુ ગામોના હજારો લોકોને અસર થઇ હતી.