ભરૂચ : ઝાડેશ્વર ગામમાં પુરના પાણી પ્રવેશતા નીચાણવાળા વિસ્તારોમાં દોડધામ

New Update
ભરૂચ : ઝાડેશ્વર ગામમાં પુરના પાણી પ્રવેશતા નીચાણવાળા વિસ્તારોમાં દોડધામ

નર્મદા નદી 2013 બાદ બે કાંઠે વહેતી થઇ છે. ડેમમાંથી આવી રહેલા 7 લાખ કયુસેકથી વધારે પાણીના કારણે વર્ષો બાદ નર્મદા નદીના પાણી ભરૂચ શહેરને અડીને આવેલા ઝાડેશ્વર ગામ સુધી આવી ગયાં છે. નદીના વધી રહેલા જળસ્તરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે.

ડેમમાંથી અવિરત પાણી છોડવામાં આવી રહયું હોવાથી નર્મદા નદી ભયજનક સપાટી કરતાં 8 ફૂટ ઉપર વહી રહી છે. બીજી તરફ શુકલતીર્થ અને આસપાસ આવેલા ગામોમાં પણ પુરના પાણી પ્રવેશી ગયાં છે. ભરૂચથી શુકલતીર્થને જોડતા રસ્તા પર પાણી ફરી વળતાં લોકો જીવના જોખમે પસાર થઇ રહયાં છે. અંગારેશ્વર, મંગલેશ્વર, નિકોરા સહિતના ગામો પણ ધીમે ધીમે પાણી પાણી થઇ રહયાં છે.

Latest Stories