ભરૂચ નર્મદાએ ભયજનક સપાટી વટાવી,૨૦ ગામો કરાયા એલર્ટ

New Update
ભરૂચ નર્મદાએ ભયજનક સપાટી વટાવી,૨૦ ગામો કરાયા એલર્ટ

ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.ગત રોજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં સોમવારના રોજ બપોરે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૩.૮૮ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી.મધ્યપ્રદેશ ઓમકારેશ્વર ડેમમાંથી ૪ લાખ ક્યુસેક પાણી છોડાતા સતત પાણીની આવક વધતા સોમવારે સાંજે નર્મદા ડેમના ૨૩ ગેટને ૨.૫ મીટર ખોલી નર્મદા નદીમાં ૩,૯૫,૯૬૪ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હતું.

મંગળવારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ઐતહાસિક લેવલે પહોંચી જળ સપાટી ૧૩૩.૮૪ મીટરે પહોંચતા ડેમના ૧૫ દરવાજા ૩.૭૦ મીટર ખુલ્લા રાખી નર્મદા નદીમાં ૪,૬૦,૫૯૮ ક્યુસેક પાણી છોડાયું છે.ઉપરવાસમાંથી હજુ પણ ૫,૫૨,૩૧૫ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.સરદાર સરોવરમાં પાણીનો લાઈવ સ્ટોરેજ ૪૨૩૫ મિલિયન ક્યુબીક મીટર છે.૧૨૦૦ મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસ ૨૪ કલાક ચાલુ થયું છે. જ્યારે ૨૫૦ મેગાવોટના કેનાલ હેડ પાવર હાઉસના ૩ યુનિટ ચાલુ કરાયા છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવકને પગલે ડેમમાંથી ૫,૫૨,૩૧૫ ક્યુસેક પાણી છોડાતા એની સુધી અસર ભરૂચ વિસ્તારના લોકોને પડી છે,ભરૂચના ગોલ્ડન બ્રિજે નર્મદા ૨૪ ફૂટની ભયજનક સપાટી વટાવી ૨૫ મીટરે પહોંચી છે. નર્મદા નદીમાં છોડાતા પાણીને કારણે ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી સતત વધી રહી છે.જેને પગલે નર્મદા નદી કાંઠાના ૨૦ જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.

Latest Stories