ભરૂચ નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે થયો ત્રિદિવસીય ગાંધી કથાનો પ્રારંભ

ભરૂચ નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે થયો ત્રિદિવસીય ગાંધી કથાનો પ્રારંભ
New Update

વિપ્લવથી આઝાદી સુધીમાં ભારતમાં ૬ લાખ જેટલા નવલોહિયાઓએ ભારત માટે પોતાન બલીદાન આપ્યા છે. છતાં આઝાદી માટે આજે પણ આપણે ગાંધીજીને શ્રેય આપીએ છીએ કારણ કે ગાંધીજીએ માનવજાતને યુદ્ધની નવી પધ્ધતિ બતાવી છે. જેનું નામ છે સત્યાગ્રહ દુનિયાભરના કાંતિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે તેમના જીવન પર ગાંધી વિચારોની અસર છે તેમ ભરૂચની નારાયણ વિદ્યાવિહાર સ્કુલના ત્રિદિવસીય ગાંધીકથાના આરંભમાં કથાકાર નાગેશ જોષીએ કહ્યું હતું.

ભરૂચના ભોલાવ સ્થીત નારાયણ વિદ્યાવિહાર સ્કુલ વિદ્યાર્થીઓની કેળવણી માટે અનોખા અભિગમ અપનાવે છે. અત્યાર સુધીમાં ગઝની થી ગાંધી,મોહન થી મહાત્મા,અંબરથી અવની, વિપ્લવથી વર્તમાન,રાષ્ટ્ર અને રાજ્યની ગરીમાં અને સંસ્કૃતિના ગૌરવ અર્થે ગુજરાત ગુંજન, જમાનો આજ બોલે છે, સપ્તરંગી ગુજરાત અને તત્વમસિ જેવા જ્ઞાનવર્ધક કાર્યક્રમો આ શાળાએ આપ્યા છે. આ વખતે ગાંધીજીના ૧૫૦માં જન્મ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિખ્યાત કથાકાર નાગેશ જોષીની ત્રિદિવસીય ગાંધી કથાનું આયોજન હાથ ધરાયું હતું.જેનો ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,નિવૃત્ત સ્કોવોર્ડન લીડર હરીશ ત્રિવેદી, શાળાના આચાર્ય મહેશભાઇ ઠાકર અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓની હાજરીમાં શુભારંભ થયો હતો.

આ ગાંધી કથાના પ્રથમ ચરણમાં કથાકાર નાગેશ જોષીએ ગાંધીજીના વિચારો ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગાંધીજીને સૌથી વધુ નુકશાન તેમના ફોલોઅર અને વિરોધીઓએ કર્યું છે.ઘણી બાબતો તેમને નથી કહી પરંતુ તેમના નામ ઉપર ચઢાવી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે મોહનથી મહાત્મા બનનાર આ માણસે નાનપણમાં બીડી પીધી હતી.પરંતુ આગળ જતાં તેમણે વ્યસનમુક્તિને જીવનનો મંત્ર બનાવ્યો હતો.આ માણસે નાનપણમાં ચોરી કરી પણ આગળ જતાં સત્યનો માર્ગ અપનાવ્યો હતો.

અત્યાર સુધી દુનિયામાં ૫૦૦૦ કરતા વધુ યુદ્ધો લડ્યાયા છે,જે હિંસક હતા.પરંતુ ગાંધીજીએ દુનિયાને યુદ્ધની નવી અહિંસક પધ્ધતિ બતાવી છે.જેનું નામ છે સત્યાગ્રહ તેમણે નીડરતાની વાત કરી છે. ગાંધીજી કહેતા હતા કે કાયરતા અને યુદ્ધમાંથી કોઇ એકની પસંદગી કરવાની હોય તો હું યુદ્ધની પસંદગી કરૂં.

#ભરૂચ #પ્રસંગ
Here are a few more articles:
Read the Next Article