ભરૂચ : પૌરાણિક સિંધવાઇ માતાજીના મંદિરે શ્રધ્ધાળુઓએ કરી પૂજા અર્ચના 

New Update
ભરૂચ : પૌરાણિક સિંધવાઇ માતાજીના મંદિરે શ્રધ્ધાળુઓએ કરી પૂજા અર્ચના 

ભરૂચના પૌરાણિક સિંધવાઇ મંદિરે વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે અનોખી પરંપરા નિભાવવામાં આવે છે. સિંધવાઇ માતાજીને સમી વૃક્ષની છાલ અર્પણ કરવાથી દેવું ઉતરી જતી હોવાની માન્યતા છે. દશેરાના દિવસે શ્રધ્ધાળુઓ સમીવૃક્ષની છાલ હાથથી ઉખાડી માતાજીને અર્પણ કરવાથી દેવું ઉતરતું હોવાની માન્યતા છે. સિંધવાઇ મંદિરના પટાંગણમાં આવેલ સમી વૃક્ષ(સમડાનું વૃક્ષ)ની છાલ પોતાના હાથ વડે કોઇ પણ સાધનની મદદ વિના ઉખાડી તેને આસતરીના પાન સાથે સિંધવાઇ માતાજીને અર્પણ કરવાથી તમારૂં દેવું(કરજ) ઉતરે છે.એટલુંજ નહીં પરંતુ ધન લાભ પણ અચૂક થાય છે.

ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજયોમાંથી પણ ભકતો સિંધવાઇ માતાજીના દર્શન માટે આવે છે. આજના કારમી મોંઘવારીના સમયમાં ધંધા-રોજગાર તેમજ ઘરમાં બરકત રહે તેવી પ્રાર્થના માતાજીને કરવામાં આવી હતી.

મંદિરના પૂજારી જયેન્દ્રગીરી ગોસ્વામીના કહેવા મુજબ આ મંદિર અતિ પૌરાણિક છે. અહીં માતાજી હાજરાહજૂર બિરાજમાન હોવાથી તેના દ્વારેથી કોઇ ખાલી હાથે જતું નથી.અહીં ભક્તો દુર-દુરથી નવરાત્રી હોઇ આવે છે.તેમાંય ખાસ દશેરાના દિવસે મંદિરના પટાંગણમાં આવેલ ભૈરવનાથના મંદિર પાસેના સમીવૃક્ષની છાલ પોતાના હાથ વડે ઉખાડી તેને આસતરીના પાન સાથે માતાજીને અર્પણ કરી પોતાના ભાગ્યોદયની માતાજીને પ્રાર્થના કરે છે.

Latest Stories