ભરૂચ : બંગાળી સમાજ દ્વારા દુર્ગા માતાજીની પ્રતિમાનું કરાયું વિસર્જન

New Update
ભરૂચ : બંગાળી સમાજ દ્વારા દુર્ગા માતાજીની પ્રતિમાનું કરાયું વિસર્જન

જગત જનની મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રી દરમિયાન બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. ભરૂચ શહેરની શ્રવણ ચોકડી વિસ્તારમાં પંડાલમાં દુર્ગા માતાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં રોજગારી માટે સ્થાયી થયેલા બંગાળી પરિવારો દ્વારા પરંપરાગત રીતે દુર્ગા પુજા મહોત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.

દશેરાના દિવસે દુર્ગા માતાજીની વિસર્જન શોભાયાત્રા કાઢવામા઼ આવી હતી. શ્રવણ ચોકડીથી નીકળેલી શોભાયાત્રાનું ભાડભુત ખાતે સમાપન થયું હતું. પરંપરાગત નૃત્ય અને ઢોલનગારાના નાદ સાથે નીકળેલી શોભાયાત્રામાં બંગાળી સમાજના લોકોએ એકમેકને કંકુ લગાડી પર્વના આનંદને બમણો કરી દીધો હતો.

Latest Stories