/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-188.jpg)
કેન્દ્ર સરકારે ટેકસ પોલીસીમાં કરેલા ફેરફારના કારણે નીફટી અને સેન્સસેકસમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે. નીફટીમાં 573 અને સેન્સસેકસમાં 1912 પોઇન્ટનો જબરદસ્ત ઉછાળો આવતાં રોકાણકારો ખુશખુશાલ થઇ ગયાં છે.
દેશમાં મંદીની બુમો વચ્ચે કેન્દ્ર સરકારે ટેકસ પોલીસીમાં ફેરફાર કરતાં શેરબજારમાં તેના હકારાત્મક પરિણામો જોવા મળ્યાં હતાં. નીફટી અને સેન્સસેકસમાં છેલ્લા 10 વર્ષનો સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો હતો. ભરૂચની ઝવેરી સિકયુરીટીઝના જીગર દિવાને જણાવ્યું હતું કે, ટેકસેશન પોલીસીમાં કરાયેલો ફેરફાર એક ફંડામેન્ટલ ફેરફાર છે એટલે આ પ્રોફિટ કાયમ રહેશે.
થોડા સમય માટે વધઘટ આવી શકે છે પરંતુ લાંબા ગાળે વધારે સારી મૂવમેન્ટ રહેવાની છે આ સમય માં જે સ્ટોક સારા રિટર્ન નથી આપતા તેમાંથી નીકળીને મજબૂત ફંડામેન્ટલ કંપનીમાં રોકાણ કરવું જોઈએ. એસઆઇપીની રકમ વધારવી જોઇએ તથા પીએમએસમાં પણ રોકાણની રકમ વધારવી જોઇએ.