ભરૂચ : મારુતિ નગર માંથી ફોરેન કંપનીના લોગોનો ઉપયોગ કરી વેપાર કરતી કંપની પર પોલીસે કરી રેડ

New Update
ભરૂચ : મારુતિ નગર માંથી ફોરેન કંપનીના લોગોનો ઉપયોગ કરી વેપાર કરતી કંપની પર પોલીસે કરી રેડ

Mr clean નામની કંપનીના લોગોનો ઉપયોગ કરી વાસણ ધોવાનું લિક્વિડ અને ફીનાઇલનું વેચાણ કરાતું હતું. પોલીસે અરજીના આધારે છાપો મારી કૌભાંડ ઝડપી પાડ્યો

વિદેશની મિસ્ટર ક્લીન નામની કંપનીના લોગોનો ઉપયોગ કરી વાસણ ધોવાનું લિક્વિડનો વેપાર કરનારને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડયો..

બનાવની મળતી માહિતી અનુસાર વિદેશની મીસ્ટર ક્લીન નામની વી નાઈન તથા વાસણ ધોવાનું લિક્વિડ તથા વિવિધ લિક્વિડ નું ઉત્પાદન કરે છે જે ભરૂચમાં પણ તેનું વેચાણ થતું હોવાથી જાણ કંપની સંચાલકોને થતાં તેઓની કંપની ના નામ અને લોગોનો ઉપયોગ કોઈ ભેજાબાજો કરી રહ્યા હોવાની જાણ થતા કંપની સત્તાધીશોએ ભરૂચ એસ પી ને લેખિતમાં અરજી કરી હતી.. ભરૂચ એ ડિવિઝન પોલીસે અરજી ના આધારે સિદ્ધાર્થ નગર ની પાછળ મારુતિ નગર માં તથા વાસણ ધોવાનું લિક્વિડ અને ત્યાં રેડ કરતા તેઓ વિદેશી કંપની મિસ્ટર બિન ના નામના લોકોનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી વેપાર કરતા હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે મુદ્દામાલ સાથે સંચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories