/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-1.jpg)
ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયાં છે ઠેર ઠેર પડેલા ખાડાઓના કારણે અકસ્માતના બનાવો બની રહયાં હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહયું છે. લોકોના હાલ બેહાલ હોવા છતાં ખાડાઓ નહિ પુરાતા એક યુવાને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે.
ભરૂચમાં નગરપાલિકાની નબળી કમગીરીના પગલે ઠેર ઠેર મુખ્ય માર્ગ સહિતના માર્ગો બિસ્માર બનતા પ્રજા ત્રાહીમામ પોકરી ઉઠી છે. રસ્તા મુદ્દે વારંવાર પ્રજાની રજૂઆતો છતાં તંત્ર દ્વારા યોગ્ય સમારકામ હાથ ન ધરાતા જાગૃત નાગરિક દિવ્યેશ ઘેટીયાએ ખાડા ભરો અભિયાનની શરૂઆત કરી છે. રવિવારના રોજ તે પોતાની કાર લઇને શહેરના રસ્તાઓ પર નીકળ્યો હતો. કલેકટર ઓફિસ સામેના ખાડા પાસે ઉભા રહી રાષ્ટ્રધ્વજ ફરકાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.તેમના કહેવા મુજબ ભરૂચમાં લોકશાહીના માધ્યમથી ભરૂચ નગરપાલિકાની નબળી કામગીરીનો હું જાહેરમાં વિરોધ કરૂં છું. તેમજ જ્યાં સુધી ખાડા નહીં પુરાય,ત્યાં સુધી તેઓ જ્યાં જયાં ખાડા છે ત્યાં પોતાની કાર સાથે બેનર લગાવી રાષ્ટ્રધ્વજ સાથે વિરોધ કરતા રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે,ચોમાસાની શરૂઆત થતાંની સાથે મોટા ભાગના રસ્તાઓ ધોવાઇ જતાં વાહન ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે. બે દિવસ પહેલા જ દહેજ બાયપાસ રોડ પર બાઇક સ્લીપ થઇ જતાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવી દીધો હતો. યુવાનના આંદોલનના પગલે તંત્રમાં દોડધામ મચી હતી અને તાત્કાલિક અસર થી ખાડાઓ પૂરવાની શરૂઆત કરવામાં આવી હતી.