New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-25.jpg)
જો આપે ટ્રેન માં મુસાફરી કરી છે તો તમને ખ્યાલ..જ હશે કે ટ્રેન માં અચાનક કેટલાક કિન્નરો ચઢી જાય છે અને મુસાફરો સાથે વિભત્સ ચેન ચાળા કરીને પૈસા પડાવી લેતા હોય છે ત્યારે ભરૂચમાં અવાર નવાર લોક ફરિયાદ ઉઠી હતી કે ટ્રેનમાં કિન્નરો મુસાફરોને પરેશાન કરી રહ્યા છે.
ત્યારે ભરૂચ આરપીએફ દ્વારા આજે ટ્રેન માં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલાક કિન્નરો ની ધરપકડ કરવામાં આવતા ઉઘરાણી કરતાં કિન્નરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આરપીએફના પીઆઇ દ્વારા લોકોને આ બાબતે સતર્કતા રાખવા માટેની અપીલ પણ પીઆઇ દ્વારા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં કુલ 25 કિન્નરોની ધરપકડ કરવામાં આવી છે અને 11 હજાર ઉપરાંતના દંડ ની વસૂલાત પણ કરવામાં આવી છે.
Latest Stories