ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

આમ આદમી પાર્ટી દ્વારા આયોજન

વિરોધ પ્રદર્શન યોજાયું

લઠ્ઠાકાંડના વિરોધમાં પ્રદર્શન

ગૃહમંત્રીના રાજીનામાની માંગ

એન્કર

ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા લઠ્ઠાકાંડના વિરોધમાં પ્રદર્શન યોજાયું હતું જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી

વિઓ

ભાવનગર લઠ્ઠાકાંડમાં થયેલા મોતના પગલે જવાબદારો સામે કડક કાર્યવાહી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું.રેલવે સ્ટેશન નજીક ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં AAPના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.AAPના ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ આક્ષેપ કર્યો હતો કે, વર્ષ 2022ના લઠ્ઠાકાંડ બાદ કડક કાર્યવાહી કરવાની વાતો થઈ હતી, છતાં આજે પણ ગેરકાયદેસર દારૂનું વેચાણ અટક્યું નથી. દારૂના અડ્ડાઓ અંગે તંત્ર પાસે માહિતી હોવા છતાં અસરકારક કાર્યવાહી થતી નથી અને લઠ્ઠાકાંડ થાય ત્યારે જ સરકાર જાગે છે.AAPએ માંગ કરી હતી કે, લઠ્ઠાકાંડની જવાબદારી સ્વીકારી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નૈતિકતાના આધારે રાજીનામું આપવું જોઈએ તેમજ રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવો જોઈએ.