ભરૂચ : સમનીની નર્મદા હોટલ પાસે કરંટ લાગવાથી યુવાનનું મોત

New Update
ભરૂચ : સમનીની નર્મદા હોટલ પાસે કરંટ લાગવાથી યુવાનનું મોત

આમોદ તાલુકાનાં સમની પાસે આવેલ હોટલ નર્મદા પાસે આવેલી ટાયર પંચરની દુકાનમાં વીજ કરંટ લાગવાથી એક યુવાનનું મોત થયું છે. મૃતક યુવાન બિહારના મુઝફફરપુરના બૈકતપુરનો રહેવાસી મોહંમદ ઇમરાન શેખ હોવાનું જાણવા મળી રહયું છે. નર્મદા હોટલ પાસે ટાયર પંચરની દુકાન અગાઉ એક આંધ્રપ્રદેશના ઈસમ દ્વારા ચલાવવામાં આવતી હતી. દુકાન ભાડા કરાર પર હોય કોઈ એના અંગત કારણસર દુકાન બંધ કરી દીધી હતી. જેની જાણ હિંગલ્લા સ્થિત પોતાના સબંધમાં બનેવી મોહમ્મદ એઝાઝને ત્યાં ટાયર પંચર રીપેરીંગ કામ કરતા મોહમ્મદ ઇમરાન શેખને થતાં તેણે આ દુકાન ચલાવવા માટે લીધી હતી.

ગતરોજ ટાયરમાં હવા ભરવા માટે કોમ્પ્રેસર મશીન તેમજ અન્ય સામાન દુકાનમાં મૂકવામાં આવ્યો હતો. અને આજરોજ સવારમાં દુકાન ચાલુ કર્યાના પહેલા જ દિવસે સવારનાં સાડા આઠ વાગ્યાની આસપાસ કોમ્પ્રેસર મશીનમાં વીજ જોડાણ કરતાં અચાનક આકસ્મિક રીતે વીજ કરંટ લાગતા ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મૃતક યુવાનના મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ તેને ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા અંદાજિત 1600 કીલોમીટર અંતર કાપીને તેના વતનમાં લઇ જવામાં આવ્યો છે.

Latest Stories