/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-293.jpg)
આજે કોઇ વ્યક્તિને પુછીએ કે ભગવાન કયાં છે તો સાહજીક રીતે તેની નજર અને હાથ બંન્નેવ આકાશ તરફ ઉઠે. પરંતુ મૂળ ઓરીસ્સાના અને હાલ ભરૂચમાં સારવાર લેતાં ગીરધર ગોહિલને પૂછીએ કે ભગવાન ક્યાં છે તો તેની નજર અને હાથ બંન્નેવ ભરૂચ સિવિલ હોસ્પીટલ પટાંગણમાં ગરીબ, નિ:સહાય અને લાચાર ર્દીઓની સારવાર કરતા સેવાયજ્ઞ સમિતિના કાર્યાલય તરફ જાય છે.
ગીરધર ગોહિલ સેવાયજ્ઞ સમિતિને જ ભગવાન કેમ માને છે. એ જાણવું હોય તો ગીરધર ગોહિલના જીવનમાં ડિકીયું કરવું પડે.મુળ ઓરીસ્સાના બલાનગેલ જિલ્લાના સોન્ડીમૂડાનો ગીરીધર ગોહિલ રોજગારી મેળવવા ભરૂચ સુધી લાંબો થયો હતો. ઝઘડીયા GIDCમાં કાર્યરત એક કંપનીમાં તે કોન્ટ્રાકટ હેઠળ હેલ્પર તરીકે કામ કરતો હતો.રોજગારી મળતા જ ખુશહાલ જીવનની શરૂઆતમાં ગીરધરને ખબર ન હતી કે કુદરત તેના ઉપર દુ:ખોના પહાડો ખડકી દેવાની છે.
એક દિવસ ચાલતા ચાલતા જ ગીરધર જમીન પર પટકાયો અને પછી બેઠો જ ન થઈ શક્યો. તેને કોઇ સજ્જન ઉઠાવીને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી ગયું. સારવાર દરમિયાન ખબર પડી કે તેના પગની તમામ નસો સુકાઇ ગઈ છે અને એના કારણે જ હરતો-ફરતો,મહેનતકસ ગીરગધર લાચાર અને પંગુ થઈ ગયો.પોતાના વર્તનથી અનેક સપનાઓ સાથે બે ટંકનો રોટલો રળવા ભરૂચ આવેલા ગીરધરને કુદરે અપંગ કરી નાંખતા તેના બધા જ સપનાઓ અકાળે નંદવાયા હતા.
સારવાર કરવામાં સિવિલ હોસ્પીટલના તબિબોએ તમામ પ્રયાસ કર્યા પરંતુ તેનું કોઇ પરિણામ મળ્યું નહીં. ગીરધરના પગ જાણે સાવ નિષ્પ્રાણ થઈ ગયા હતા અને લાચાર બનેલા ગીરધરની આંખમાંથી સતત આંસુ વહેતા હતા.
ભરૂચ સિવિલ હોસ્પીટલે આખરે થાકી હારીને હોસ્પીટલના પટાંગણમાં ગરીબ, લાચાર, નિરાધાર અને વૃદ્ધ દર્દીઓની નિસ્વાર્થ સેવા કરતી સંસ્થા સેવાયજ્ઞ સમિતિમાં ગીરધરને મોક્લી આપવામાં આવ્યો. સેવાયજ્ઞ સિમિતિના સંચાલક રાકેશ ભટ્ટ અને તેમની ટીમે હાડકાના તબીબ, લેપ્રસીના નિષ્ણાંત સહિત અનેક તબીબો પાસે ગીરધરને સારવાર અર્થે લઈ ગયા અને તેમની સાથે પરામર્સ કર્યા. આખરે ન્યુરોલોજીસ્ટ તબીબે ગીરધરની પંગુતાને કેવી રીતે દુર કરાય તેવા ઉપાય બતાવ્યા. ન્યુરોલોજીસ્ટ તબીબે સુચવેલ દવાઓ મંગાવી ગીરધરને આપવાની સેવાયજ્ઞ સમિતિએ શરૂઆત કરી, એટલું જ નહીં તબીબની સુચના મુજબ રોજે-રોજ ગીરધરના પગની માલીશ શરૂ કરી.
સેવાયજ્ઞ સમિતિના સભ્યો અને કાર્યકરોએ સતત ૧ વર્ષ સુધી ધીરજ પૂર્વક ગીરધરની કાળજી લઈ સારવાર કરતા આખરે તેના ફળસ્વરૂપ ગીરધર આજે પોતાના પગ ઉપર ઉભો રહેતા અને ચાલતો થયો છે. કહેવાય છે ને કે દવાઓ કરતા દુવાઓ વધુ કારગર સાબિત થાય છે અને નિષ્કામ કરેલી સેવા જ સૌથી મોટી શક્તિ છે. સેવાયજ્ઞ સમિતિની સેવા અને ગીરધરની મરી પરવારેલી આશાઓ જીવંત થતા ચમત્કાર સર્જાયો હોય તેમ ગીરધરની પંગુતા દુર થઈ અને તે ચાલતો થયો છે. જ્યારે જીવન શ્રાપ જેવું બની ગયું હતું ત્યારે જ ગીરધરના લાચાર જીવનમાં ભગવાનની જેમ સેવાયજ્ઞ સમિતિ આવી હતી અને તેના જીવનમાં ફરી બદલાવ આવતા નવી આશાનું કિરણ ઉગતા ગીરધર માટે તો સેવાયજ્ઞ સમિતિ ભગવાન સમી સાબીત થઈ છે.