/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/maxresdefault-113.jpg)
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પરિમલસિંહ રણાની પસંદગી થથાં યોજાયી રેલી
ભરૂચમાં આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોવડી મંડળે જિલ્લા પ્રમુખ તરીકે પરિમલસિંહ રણાની પસંદગી કરતાં કાર્યકરોમાં ખુશીની લહેર પ્રસરી હતી. જેમની તાજપોશીના ભાગરૂપે અને શક્તિપ્રદર્શન માટે ભરૂચનાં માર્ગો ઉપર વિશાળ રેલી નિકળી હતી. આ રેલીમાં જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો અને હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
કોંગ્રેસ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સંગઠનમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. તો કેટલાંક અગ્રણીઓ પોતાની નારાજગી પણ દર્શાવી રહ્યા છે. તેવામાં ગત 25 જૂનનાં રોજ ગુજરાતનાં પ્રભારી અશોક ગેહલોત દ્વારા રાજ્યનાં 12 જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પરિમલસિંહ રણાની પસંદગી થતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.