ભરૂચઃ સ્વીફ્ટ કારમાં દારૂને ખેપ મારતો શખ્સ પોલીસના હાથે ઝડપાયો

New Update
ભરૂચઃ સ્વીફ્ટ કારમાં દારૂને ખેપ મારતો શખ્સ પોલીસના હાથે ઝડપાયો

પોલીસે સ્વીફ્ટ કાર સહિત કુલ પ લાખ ૮૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની અટકાયત કરી

ભરૂચના ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં એક સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈપસાર થઈ રહી હોવાની માહિતિ મળતા જ ભરૂચ સીડિવિઝન પોલીસ સતર્ક બની પી.આઇ. કવા સહિતની ટીમે વોચ ગોઠવતા વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થતી એક સ્વીફટ કારને આંતરી તેમાંથી ૨પ પેટી બિયર અને વિદેશી દારૂ સાથે ચાલકની અટકયાત કરી ભરૂચ સી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

publive-image

ભરૂચ શહેરમાં બેફામ બની વિદેશી દારૂનો વેપલો કરતા તત્વો જાણે કે કાયદાના ખોફ વિના એટલી હદે બેફામ બન્યા છે કે હજુ તો થોડા દિવસ આગાઉ જ કલેકટર ઓફિસ નજીકથી વિદેશી દારૂ ભરી બિન્દાસ અંદાજમાં જાહેર માર્ગ ઉપર થી વિદેશી દારૂ લઈ જતી રીક્ષા ઝડપાયાને વાર નથી થઈ, ત્યાં તો વડોદરા પાસિંગની સ્વીફ્ટ કાર નં. (GJ- 06-LB- 9743 ) માં બિન્દાસ વિદેશી દારૂ અને બિયરનો જથ્થા લઈને જતો ઇસમ સી ડિવિઝન પોલીસના હાથે ઝડપાયો છે.

publive-image

ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર નજીકથી સી ડિવિઝન પી.આઈ.કવા તેમજ તેઓની ટીમ દ્વારા સ્વીફ્ટ કારને આંતરી તેના ચાલકની પુછતાછ હાથ ધરતા તે ભરૂચના મકતમપુર ખાતે નવી વસાહતમાં રહેતો અને તેનું નામ ચિરાગ કમલેશ સોલંકી હોવાનું અને પોલીસે ચીરાગની કડક પૂછતાછ હાથ ધરતા તે કુખ્યાત બુટલેગર નયન કાયસ્થ માટે કામ કરતો હોવાનું તેમજ વિદેશી દારૂનો જથ્થો પણ તેનો જ હોવાનું બહાર આવ્યું હતું. સાથે તેની કારમાંથી ફરાર થનાર શખ્સ ઝાડેશ્વર ખાતે રહેતો દિનેશ હોવાની કબૂલાત કરતા પોલીસે દિનેશ અને નયન કાયસ્થને વોન્ટેડ જાહેર કરી બંનેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે તેની કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી શરાબ તેમજ બિયરની કુલ ૨પ થી વધુ પેટીઓ કિંમત રૂપિયા ૧ લાખ ૮૨ હજાર અને સ્વીફ્ટ કાર કિંમત રૂપિયા ૪ લાખ મળી કુલ રૂપિયા પ લાખ ૮૨ હજારના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ પ્રોહી.એકટ મુજબ કાયદેસરની કર્યાવહી હાથધરી આરોપીના રીમાનન્ડ મેળવવા કવાયત આરંભી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરમાં બિન્દાસ અંદાજ માં વિદેશી શરાબ નો જથ્થો બુટલેગરો ઘુસાડતા હોવાના અનેક કિસ્સા બનવા પામ્યા છે,ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે આ પ્રકારે બેફામ બની જાહેર માર્ગો ઉપરથી ધોળે દિવસે દારૂના જથ્થાને વહન કરવાની હિમ્મતં શુ કોઇ વહીવટદારોના આશીર્વાદથી બુટલેગરોમાં આવે છે.? કે પછી બુટલેગરોમાં ખાખીનો ખોફ રહ્યો નથી ? શું સરકાર દ્વારા મુકાતા બાહોશ પોલિસ અધિકારીઓ નાકબંધી કરી ભરૂચમાં પ્રવેશતો વિદેશી દારૂ અને ભરૂચમાં થતો બેફામ રીતે દારૂનો વેપલો રોકશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.

Latest Stories