/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/6.jpg)
ખાડાભરો અભિયાનમાં જોડાવા લોકોને કરી અપીલ
ભરૂચમાં નગરપાલિકાની નબળી કમગીરીના પગલે ઠેર ઠેર મુખ્ય માર્ગ સહિતના માર્ગો બિસ્માર બનતા પ્રજા ત્રાહીમામ પોકરી ઉઠી છે. રોડ-રસ્તા મુદ્દે વારંવાર પ્રજાની રજૂઆતો છતાં તંત્ર દ્વારા યોગ્ય સમારકામ હાથ ન ધરાતા આખરે એક જાગૃત નાગરિકે ખાડાભરો અભિયાનની મુહિમ છેડી અનોખો વિરોદ કરવા સાથે લોકોને અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
ભરૂચના એક જાગૃત નાગરિક દિવ્યેશ ઘેટીયા દ્વારા પોતાની કાર લઇને ભરૂચના રોડ ઉપર નીકળી કલેકટર ઓફિસ સામેના ખાડા પાસે ઉભા રહી રાષ્ટ્રધ્વજ ફરકાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.તેમના કહેવા મુજબ ભરૂચમાં લોકશાહીના માધ્યમથી ભરૂચ નગરપાલિકાની નબળી કામગીરીનો હું જાહેરમાં વિરોધ કરૂં છું. તેમજ જ્યાં સુધી ખાડા નહીં પુરાય,ત્યાં સુધી તેઓ જ્યાં જયાં ખાડા છે ત્યાં પોતાની કાર સાથે બેનર લગાવી રાષ્ટ્રધ્વજ સાથે વિરોધ કરતા રહેશે.તેઓ દ્વારા ભરૂચ શહેરના વિવિધ માર્ગો ઉપર ઉભા રહી લોકોને ખાડાભરો અભિયાનમાં જોડાવા અપીલ કરી ભરૂચ શહેર ખાડા મુક્ત બને તે માટે સતત પ્રયત્નો કરશે ત્યાં સુધી વિરોધ નોંધાવતા રહેશેનું જણાવ્યું હતું.સાથે તેમણે પ્રજાને પણ પોતાના હક્ક અને પ્રાથમિક સુવિધાઓ માટે આ અભિયાનમાં જોડાવા અપીલ પણ કરી હતી.