ભરૂચ:ચાવજ ગામે મુંબઈ-અમદાવાદ રેલવે ટ્રેક ઉપર ૭ થી ૮ ફૂટ  મોટો મગર દેખાતા ટ્રેન થંભી, હાથધરાયું રેસક્યુ

New Update
ભરૂચ:ચાવજ ગામે મુંબઈ-અમદાવાદ રેલવે ટ્રેક ઉપર ૭ થી ૮ ફૂટ  મોટો મગર દેખાતા ટ્રેન થંભી, હાથધરાયું રેસક્યુ

વરસાદના પગલે સમગ્ર વિસ્તારોમાં પાણી પાણી થઈ જતા જળચર જીવો રસ્તા ઉપર દેખવા લાગ્યા છે. આવો જ એક બનાવ ગત રાત્રીના ૨.૩૦કલાકે ભરૂચ પાસે ચાવજ ગામે મુંબઈ અમદાવાદ રેલવે ટ્રેક ઉપર બનવા પામ્યો હતો.

જેમાં રેલવે ટ્રેક ઉપર આશરે ૭ થી ૮ ફૂટ લાંબો મગર આવી જવાની ઘટના ઘટવા પામી હતી. ટ્રેક ઉપર મગર દેખાતા જ મુંબઈ થી જોધપુર જતી ટ્રેનના ડ્રાઇવરે સમયસુચકતા વાપરી ટ્રેન ઉભી કરી ઘટના અંગે ભરૂચ રેલવે કંટ્રોલમાં જાણ કરી હતી.

વળી રાત્રી દરમિયાન ટ્રેનોની અવર જવર વધારે હોવાથી તાત્કાલિક મગર પકડી હટાવવા માટે રેલ્વે કંન્ટ્રોલે ભરૂચ વન વિભાગના અધિકારી રાજ પટેલનો સંપર્ક કર્યો હતો. જેથી વન વિભાગના જિલ્લા વાઇલ્ડ લાઈફ વોર્ડન આશિષ શર્મા, ફોરેસ્ટર કે.ડી.પતિલ,RFO કઠવાડિયા,યોગેશ મિસ્ત્રી,જાહિદ દીવાન સહિત અન્ય સાથી મીત્રોએ ઘટના સ્થળે પહોંચી જઈ જીવના જોખમે રાત્રીના અંધકારમાં મહાકાય મગર રેસ્ક્યુ કરી લીધો હતો.એટલું જ નહીં રેસ્ક્યુ બાદ આશરે ૨ કિલોમીટર જેટલું દુર આશરે ૧૩૦ કિલો વજનના મહાકાય મગર ને ઉચકીને ચાવજ ફાટક પાસે લાવ્યા હતા. જેબાદ ટ્રેન વ્યવહાર યથાવત થયો હતો.

Latest Stories