ભરૂચ:તંત્રની બેદરકારીના પગલે બે આશાસ્પદ યુવાનોનાં મોત

New Update
ભરૂચ:તંત્રની બેદરકારીના પગલે બે આશાસ્પદ યુવાનોનાં મોત

ભરૂચ શહેરમાં રસ્તાઓ ઉપર પડેલા ખાડાના પગલે પ્રજાને ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો છે.જેમાં પણ તંત્રની બેદરકારીના પગલે રસ્તાના ખાડા અને તેને પુરવા મારેલ કપચીના ઢગલા ના કારણે બાઇક સ્લીપ થતાં શેરપુરાના બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

ઘટનાની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર ભરૂચના શેરપુરા ખાતે આશિયાના નગર સોસાયટીના બે યુવાન બાઇક લઈ કામ અર્થે જતા હતા દરમિયાન શેરપુરા નજીક રસ્તાના મોટા ખાડા અને રસ્તેજ ઠલવાયેલ કપચીના પગલે બાઇક સ્પીપ થઈ હતી. દરમિયાન અચાનક પુર ઝડપે આવતા ડમ્પર ના તોતીંગ પૈડા નીચે તેમની બાઇક આવતા બાઇક ઉપર સવાર શેરપુરા આશિયાના નગરના પટેલ સલાઉદ્દીન ઐયુબહશન(ઉ.વર્ષ.૨૦) અને ફરહાન મહંમદઅલી સરોદવાલા(ઉ.વર્ષ.૨૨)નું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે શેરપુરાના સ્થાનિકો તત્કાલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતની જાણ તેમના પરિવારને તેમજ પોલીસને કરતા પોલીસે બંન્નેવ આશાસ્પદ યુવાનની લાસને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી આરંભી હતી.

આ ઘટનામાં તંત્ર દ્વારા રસ્તાના ખાડા યોગ્ય સમયે ન પુરી રસ્તા ઉપર કપચીના ઢગલા મારી દેતા શેરપુરાના બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યાના આક્ષેપો સાથે સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ ફેલાવા પામ્યો છે.તો બીજી તરફ યુવાન આને આશાસ્પદ યુવાનોના પગલે શેરપુરા ગામે શોકની કાલીમા છવાઇ હતી.

Latest Stories