ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે વિવિધ વિષયો પર પ્રોજેક્ટોનું પ્રદર્શન યોજાયુ

New Update
ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે વિવિધ વિષયો પર પ્રોજેક્ટોનું પ્રદર્શન યોજાયુ

ભરૂચ શક્તિનાથ સર્કલ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય દ્વારા પ.પૂ. નારાયણ બાપુનાં આશ્રમમાં વિવિધ વિષયો પર પ્રોજેક્ટોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે.

રાજ્યનાં સહકાર, રમત ગમત અને વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે આ પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. શાળાનાં ધોરણ 4 થી 11નાં વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્મિત પ્રયોગો, મોડેલ્સ જેવા 1000 જેટલા વિવિધ વિષયો પરનાં પ્રોજેક્ટોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે જિલ્લા ભાજપનાં આગેવાન મારુતિસિંહ અટોદરિયા,જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા ,આચાર્ય સંઘનાં પ્રમુખ પી.ડી.રાણા ,શાળાનાં ચેરમેન હેમંત પ્રજાપતિ સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories