New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/e276647e-2f2a-4b0a-b08c-9ddb2de8b850-copy.jpg)
ભરૂચ ઝાડેશ્વર રોડ મક્તમપુર ખાતે આવેલ નિધિ વિદ્યાભવનમાં ગુરુપૂર્ણિમા તેમજ ગૌરીવ્રત પ્રસંગની ઉજવણી કરાવમાં આવી હતી.
નિધિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ એ ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરની આગોતરી ઉજવણી કરીને ગુરુવંદના અને પ્રાર્થના કરી શાળાના શિક્ષકોને પુષ્પ અર્પણ કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા, જ્યારે મનુષ્ય જીવનમાં ગુરુ જ્ઞાનનું મહત્વ સમજાવતા પ્રસંગોનું નાટક પણ વિદ્યાર્થીઓએ રજુ કર્યું હતુ.
આ ઉપરાંત ગૌરીવ્રત તહેવાર નિમિતે પણ શાળાના 65 વિદ્યાર્થીઓએ મહેંદી સ્પર્ધામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા શશીબહેન જયસ્વાલ,શાળાના આચાર્ય મહેશ ઠાકર સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
Latest Stories