ભરૂચમાં છડીનોમની દબદબાપૂર્વક ઉજવણી

New Update
ભરૂચમાં છડીનોમની દબદબાપૂર્વક ઉજવણી

ભરૂચ ખાતે સાતમથી દશમ સુધી ભવ્ય ભાથીગળ મેઘમેળો યોજાઇ રહ્યો છે.આજે શ્રાવણ વદ નોમના દિવસને છડી નોમ તરીકે ઉજવવામાં આવે છે.ભરૂચ ખાતે પ્રતિવર્ષ શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ભવ્ય મેઘમેળો યોજાય છે.આ મેઘમેળામાં માત્ર ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી લોકો મેઘરાજા,છડી અને વર્ષમાં માત્ર સાડાત્રણ દિવસ જ હાજરી આપતા ઘોઘારાવ મહારાજના દર્શનાર્થે ઉમટી દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ભરૂચમાં યોજાતા આ મેઘમેળામાં સાતમ,આંઠમના દિવસે ઘોઘારાવ મહારાજના દર્શનની સાથે ભોઇ સમાજના યુવાનો દ્વારા લોખંડની સાંકળ રમવાનો અનેરો મહીમા વણાયેલ છે.નોમ એટલે કે શ્રાવણ વદ નોમના દિને ભરૂચના ખારવા,ભોઇ તેમજ વાલ્મિકિ સમાજ દ્વારા શહેરના વિવિધ સ્થળોએ થી છડી કાઢવામાં આવે છે અને તેને યુવાનો દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર ફેરવી વિવિધ રીતે નચાવવામાં આવે છે.

આશરે ૨૦ થી ૨૫ ફૂટ ઊંચા વાંસના બાંમ્બુને ત્રણેવ સમાજના અગ્રણી યુવાનો શરીરના વિવિધ અંગો પર રાખી તેને નચાવવામાં(ઝુલાવવામાં) આવે છે.ત્રણેવ છડી અલગ-અલગ સ્થળેથી નીકળી ધોલ-નગારાના ના નાંદ સાથે નાચતી નાચતી એકમેકને ભેટે છે ત્યારે શ્રધ્ધાળુઓની શ્રધ્ધામાં બેવડો વધારો થાય છે અને જય ઘોઘાવીર,જય મેઘરાજ અને જય છડીમાતાના નાંદ થી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠે છે.એક માન્યતા પ્રમાણે સારા સ્વાસ્થય માટે છડી જયારે રોડ પરથી પસાર થાય છે ત્યારે લોકો શ્રધ્ધાભેર નીચે જમીન પર બેસી જાય છે અને છડી તેમના પરથી પસાર થઇ જાય છે.છડી તેમના ઉપરથી પસાર થયે માતાજીના આશીષ મળે છે જેથી આખા વર્ષ દરમીયન આરોગ્ય સારૂ રહે તેવી માન્યતા રહેલી છે.ત્રણેવ સમાજ દ્વારા કાઢવામાં આવેલ છડી અને તેને નચાવવા(ઝુલાવવા)ની કુશળતાને જોવાનો લ્હાવો લેવા હજારો શ્રધ્ધાળુ ઉમટે છે.

Latest Stories