/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/maxresdefault-224.jpg)
ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રભુ ઇસુનો જન્મ દિવસ એટલે કે નાતાલ પર્વની ઉજવણીની તડામાર તૈયારી કરી છે, ખ્રિસ્તી પરિવારોમાં નવા વર્ષને ઉમળકાભેર આવકાર માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે.
વિશ્વને શાંતિનો સંદેશો આપનાર ભગવાન ઈસુનાં વર્ષ 2017નાં સમાપ્તી કહો કે અલવિદાને આડે હવે માત્ર એક સપ્તાહ જેવો જ સમય બાકી રહ્યો છે, અને ક્રિસમસ ડે ને આડે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે.
ત્યારે નવા વર્ષ 2018ને વેલકમ કરવા માટે ભરૂચનાં ખ્રિસ્તી પરિવારોએ પોતાનાં ઘરને સજાવવા સાથે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ભરૂચ જિલ્લામાં 25મી ડિસેમ્બરે નાતાલ પર્વ હોવાથી શહેરનાં ચર્ચોને નવારૂપ રંગથી સજાવાયા છે. નાતાલનાં પર્વની વહેલી સવારે ખ્રિસ્તીઓ દ્વારા ચર્ચમાં ભગવાન ઈસુની પ્રાર્થના કરીને પર્વની હર્ષોલ્લાસ ભેર ઉજવણીની સાથે એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છા પાઠવશે.