ભારત અને ન્યુઝીલેંડ વચ્ચેની મેચ રદ થતાં ચાહકોમાં નિરાશા

New Update
ભારત અને ન્યુઝીલેંડ વચ્ચેની મેચ રદ થતાં ચાહકોમાં નિરાશા

વર્લ્ડકપ ૨૦૧૯ નો ક્રેઝ જામ્યો એ એ દરમ્યાન એક સમાચાર ગઈ કાલે ક્રિકેટ રશિકો ને નિરાશ કરનારા મળ્યા વરસાદના વિઘ્ન વચ્ચે ગઈ કાલે ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે ની મેચ રદ થતાં ક્રિકેટ રશિકોની સાથે ભારતીય ક્રિકેટ તેમ ના કેપ્ટન વિરાટ કોહલીમાં પણ નિરાશા જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે આ ભારતની ત્રીજી વનડે મેચ હતી.

નોટિંગહામના ખરાબ વાતાવરણ ના વચ્ચે વરસાદે વિલન ની ભૂમીકા નિભાવતા મેચ રદ કરવામાં આવી હતી અને બંને ટીમોને એક એક પોઈન્ટ મળ્યો હતો,જોકે ભારતીયે ટીમે જીત ની આશા સાથે મેદાનમાં ઉતારવાની નેમ લીધી હતી. પરંતુ વરસાદના વિઘ્ન વચ્ચે આ શક્ય ન બનતા ચાહકોની સાથે કેપ્ટન વિરાટ કોહલી પણ નિરાશ થયા હતા.

સાથે સાથે એમને પ્રેસ વાર્તા માં જણાવ્યુ હતું કે શિખર ધવન ની ઇજા ચિંતા જનક છે પણ તેઓ સેમી ફાઇનલ સુધી સાજા થઈ જશે એક બીસીસીઆઇ ની ડોક્ટર ટીમ એમની સાથે છે અને અમારી નજર એમના સ્વાસ્થ્ય પર છે સાથે સાથે કોહલીએ ઉમેર્યું હતું કે હવે આગામી મેચ પાકિસ્તાન સાથે છે ત્યારે દર્શકો મેદાનમાં શાંતિ રાખે તેવી અપીલ પર તેમણે કરી હતી

Latest Stories