/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/GettyImages-1149226244.jpg)
જુલાઈ પેહલા શિખર ધવનના અંગુઠાનું ફિટ થવું અશક્ય
ઇન્ડિયન ક્રિકેટ ટીમના મેનેજર સુનિલ સુબ્રમણિયમના જણાવ્યા મુજબ 7 વિશેષ ડોક્ટરોની સુચનોથી ખબર પડી છે કે ધવન જુલાઈ પહેલા ફિટ થઇ શકે તેમ નથી. અમે તેના રિપ્લેસમેન્ટ તરીકે ઋષભ પંતની માગ કરી છે. પંતને કવર તરીકે બોલાવવામાં આવ્યો હતો અને હવે તે ધવનને રિપ્લેસ કરશે.
Official Announcement 🚨🚨 - @SDhawan25 ruled out of the World Cup. We wish him a speedy recovery #TeamIndia#CWC19pic.twitter.com/jdmEvt52qS
— BCCI (@BCCI) June 19, 2019
ભારતીય લેફ્ટ હેન્ડ ઓપનર શિખર ધવન અંગુઠાની ઇજાના લીધે ક્રિકેટ વર્લ્ડકપ 2019ની બહાર થઇ ગયો છે. 9 જૂનના રોજ ઑસ્ટ્રેલિયા સામે બેટિંગ દરમિયાન તેને અંગુઠામાં ઇજા થઇ હતી. શિખર ધવનનું વર્લ્ડ કપમાંથી બહાર થવું ભારતીય ટિમ માટે એક ચિંતાનો વિષય છે કારણે કે શિખર ધવને વર્લ્ડ કપની પોતાના અંદાજ માં ધમાકેદાર શરૂઆત કરી હતી અને તેણે ઑસ્ટ્રેલિયા સામે પોતાનું બેસ્ટ પર્ફોર્મર્સ આપી સદી ફટકારી હતી. શિખર ધવન અને રોહિત શર્મા વચ્ચે ભારતની ઑપનિંગ બેટિંગમાં રાઇટ-લેફ્ટનું કૉમ્બિનેશન જળવાયુ હતું, જે હવે એક ચિંતા નો વિસય રહેશે કેમ કે ક્રિકેટ જગતમાં બેટિંગ દરમ્યાન બોલર પર પ્રભાવ પાડવા રાઇટ-લેફ્ટનું કૉમ્બિનેશન મહત્વનું બની રહે છે. જો કે હવે અગાઉ ની મેચ જોતા લેફ્ટ હેન્ડ બેટ્સમેન શિખર ધવનની જગ્યાએ વર્લ્ડ કપની બાકીની મેચોમાં રાઈટ હેન્ડ બેટ્સમેન કે એલ રાહુલ જ ઑપનિંગ કરશે.