/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/12162325/maxresdefault-155.jpg)
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં દારૂની રેલમછેલ હોવાની વાત સૌ કોઇ જાણે છે. ભાવનગરના અકવાડા ગામમાં ઠેર ઠેર અહીંયા દેશી દારૂ મળશેના બોર્ડ લાગતાં ગામલોકો વિફર્યા છે. તેમણે દારૂના અડ્ડાવાળાઓને તેમના અડ્ડાઓ બંધ કરી દેવાની ચીમકી આપી છે.
આપ જે દશ્યો જોઇ રહયાં છો તે ભાવનગર જિલ્લાના અકવાડાના ગામના છે. આ ગામમાં પ્રવેશતાની સાથે લાગેલા બોર્ડ આપને કોઇ દારૂબંધી ન હોય તેવા રાજયમાં ફરતા હોય તેવો અહેસાસ કરાવશે. રાજયમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં ગામમાં દારૂ બંધીના લીરેલીરા ઉડી રહયાં છે. અકવાડા ગામમાં દેશી દારૂની રેલમછેલ જોવા મળે છે.ઘણા વર્ષોથી આ ગામમાં અનેક પરિવારો દેશીદારૂ બનાવી અને વેચે છે.દેશી દારૂની લતમાં આ ગામની અનેક મહિલાઓ વિધવા બની છે ત્યારે થોડા દિવસો પૂર્વે દારૂના વેચાણ અંગેના પોસ્ટરો લાગ્યાં હતાં. આજે મોટી સંખ્યામાં યુવા ગ્રામજનો આજે દારૂનું વેચાણ કરતા બુટલેગરોના ઘરે જઈ દારૂનું વેચાણ બંધ કરવા જણાવ્યું હતું તેમજ જો દારૂનું વેચાણ બંધ નહિ કરવામાં આવે તો જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી છે. ગામના શ્રમજીવી લોકો દેશી દારૂ ના બંધાણી હોય આ ગામની 40 જેટલી મહિલાઓએ દારૂના કારણે પોતાના પતિને ગુમાવ્યો છે.જેને લઈ જાગૃત બનેલા ગામના યુવાનોએ હવે બુટલેગરો સામે મોરચો ખોલી નાંખ્યો છે.