મધ્યપ્રદેશના નિમચ જિલ્લામા ચા વાળાની પુત્રીનું ભારતીય વાયુસેના માટે સિલેક્શન

મધ્યપ્રદેશના નિમચ જિલ્લામા ચા વાળાની પુત્રીનું ભારતીય વાયુસેના માટે સિલેક્શન
New Update
  • ઉડાવશે ફાઈટર વિમાન

  • ૬ લાખ ઉમેદવારોમાંથી પસંદ થયેલા ૨૨માં આંચલ ગંગવાલનો પણ સમાવેશ

ચા વાળો વડાપ્રધાન પણ બની શકે છે તેવુ નરેન્દ્ર મોદીએ પૂરવાર કરી દીધુ છે અને હવે એક ચા વાળાની પુત્રીએ પણ દેશ નોંધ લે તેવી સિધ્ધિ મેળવતા અભિન^દાનની વર્ષા થી રહી છે.

મધ્યપ્રદેશના નિમચ જિલ્લામાં એક ચા વેચી પરિવારનું પાલન કરતા ચા વેચનારાની પુત્રી આંચલ ગંગવાલનુ ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ બ્રાન્ચમાં સિલેક્શન થયુ છે.તાલીમ બાદ તે ફાઈટર પ્લેન ઉડાવશે.આ માટે આંચલે કેટલીય મુશ્કેલીનો સામનો કર્યો હતો.એ પછી તેનુ સપનુ સાકાર થયું છે.

આ અગે એક વાતચીત દરમિયાન આંચલે કહ્યું હતું કે, ઉત્તરાખંડમાં ૨૦૧૩માં જે રીતે વાયુસેનાએ રાહત અને બચાવ ઓપરેશન હાથ ધર્યુ હતુ તેનાથી મને વાયુસેનામાં જોડાવાની પ્રેરણા મળી હતી.તે વખતે હું ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી હતી.પણ મારા પરિવારની આર્થિક સ્થિતિ આગળ વધવમાં આડે આવતી હતી.

આંચલે જોકે મહેનત ચાલુ રાખી હતી.પાંચ વખત ઈન્ટરવ્યૂમાં સફળ નહી રહ્યા પછી પણ છઠ્ઠી વખત ઈન્ટરવ્યૂ આપીને આખરે તેણે સફળતા મેળવી છે.

કુલ ૬ લાખ સ્ટુડન્ટસે આ વખતે વાયુસેનાની ફ્લાઈંગ બ્રાન્ચ માટે પરીક્ષા આપી હતી.જેમાંથી માત્ર ૨૨ કેડેટસ પસંદ થયા છે અને આંચલ તેમાંથી એક છે.

તેના પિતા નિમચ બસ સ્ટેન્ડ પાસે ચાની દુકાન ચલાવે છે.તેમનુ કહેવુ છે કે, દીકરીની સિધ્ધિના કારણે મારી ચાની દુકાન ફેમસ થઈ રહી છે.લોકો આવીને અભિનંદન આપે છે ત્યારે ખુશી થાય છે.જોકે મારી આર્થિક સંકડામણને મેં ક્યારેય મારા બાળકોના ભણતરમાં બાધા નથી બનવા દીધી.

#India #News #Madhya Pradesh #AirForce #Tea Seller
Here are a few more articles:
Read the Next Article