અરવલ્લીનાં મેઘરજના ઢૂંઢેર ગામે પાણીની પારાયણ : બે કિ.મી સુધી રઝળપાટ કરતી મહિલાઓ અને બાળકો

અરવલ્લીનાં મેઘરજના ઢૂંઢેર ગામે પાણીની પારાયણ : બે કિ.મી સુધી રઝળપાટ કરતી મહિલાઓ અને બાળકો
New Update

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારો હજુ પણ પાણી માટે વલખા મારી રહ્યા છે. એક બેડા પાણી માટે મહિલાઓએ બે કિલો મિટર સુધી તાપમાં જવું પડી રહ્યું છે.

આ મહિલાઓને ૪૪ ડિગ્રી ગરમીમાં પાણી માટે રઝળપાટ કરી રહી છે. પાણી ન હોય તો ઘરના તમામ કામ અટકી જાય છે. પાણી લેવા માટે એક માત્ર નર્મદાનો ટાંકો બનાવાયો છે. પણ આ ટાંકામાંથી કેટલા લોકો કેવી રીતે પાણી લેછે તે આ દ્રશ્યોમાં જોઇ શકાય છે. મહિલાઓ બાળકોને લઇને ઘરના તમામ કામ છોડીને પહેલા પાણી લેવા જવાનું વિચારે છે, ત્યારબાદ જ બીજા કામનો વિચાર પણ કરે છે.

પાણી ભરવાની રેસમાં મહિલાઓ જ નહીં પુરૂષોએ પણ કામે લાગવું પડે છે. કારણ કે ઉંડા ટાંકામાંથી પાણી કાઢે તો કાઢે કોણ તે પણ એક સવાલ છે. જેથી પુરૂષો પણ પાણી માટે પોતાનો પરસેવો પાડતા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ સાથે જ બાળકો પણ પોતાનાથી થાય તેટલું પાણી ભરવા માતાને મદદ કરતા નજરે પડી રહ્યા છે. મેઘરજ તાલુકાના મોટા ભાગના અંતરિયાળ વિસ્તારો પાણીના સંકટમાં લપેટાયા છે, લોકો પાણી માટે દોઢ લગાવી પાણી તો લાવી દે છે, પણ અબોલા પશુઓને પાણી કેવી રીતે આપવું તેનો પણ કોઇ જ નિરાકરણ નથી. જો કે ગ્રામિણ લોકો પોતાના માટે તો પાણી લાવે છે અને તેમના પશુઓને પણ પીવડાવે છે, જો કે આ બાબતે તંત્ર કેમ સમજતું નથી, તેનો કોઇની પાસે જવાબ નથી.

તંત્ર માત્ર દાવાઓ કરે છે, પણ અંતરિયાળ વિસ્તારોમાં થોડીક લટાર આવા લોકો માટે મારે તો કદાચ તેમને પણ સમજાશે કે, આકરી ગરમીમાં આ લોકો પાણી કેવી રીતે લાવે છે. પાણી બચાવવાની વાતો અથવા તો જાહેરાત આપવાથી કંઇ જ નથી થતું. સાચા જળ શ્રીકૃષ્ણ તો આ લોકો જ છે, જેઓ તમારા કરતા સારી રીતે સમજે છે, પાણીની કિંમત શું છે.

#Connect Gujarat #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article